અક્ષર પટેલને કેમ ન અપાયો મોકો? ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે 7 મેચ રમી છે અને સાતેય મેચ જીતી પણ છે. આ બધા વચ્ચે હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો તેની સામે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી? ઘણા લોકોનું માનવું છે કે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કરતા અક્ષર સારો વિકલ્પ બન્યો હોત. અક્ષર પટેલને કેમ ન અપાયો મોકો?
હવે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે અક્ષર પટેલ વર્લ્ડ કપ 2023માં ટીમનો ભાગ હતો. પરંતુ એશિયા કપમાં ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. એવામાં અક્ષરની જગ્યાએ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં તક મળી હતી. એ બાદ અક્ષર હવે સાજો થઈ ગયો છે અને T20 લીગ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બે મેચ પણ રમી છે એમ છતાં હાર્દિકની જગ્યાએ અક્ષરને મોકો કેમ ન મળ્યો?
તો એક રીપોર્ટ અનુસાર સાજા થઈને બે મેચ રમ્યા બાદ અક્ષર એનસીએમાં પરત ફર્યો હતો. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હવે જો હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી છે. હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હાલ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે