Abhayam News
AbhayamBusinessGujaratNews

દુબઈથી પોતાની સાથે કેટલું લાવી શકો

dubai gold

દુબઈથી પોતાની સાથે કેટલું લાવી શકો ભારતીયોને સોનાનું ઘણું જ વળગણ છે. વાર-તહેવારે ભારતીયો સોનાની ખરીદી કરતાં હોય છે. આ ઉપરાંત ભારતીયોમાં દુબઈમાંથી સોનાની ખરીદી કરવાનો પણ ક્રેઝ જોવા મળે છે. દુબઈમાંથી સોનાનું ખરીદી કરવાના કેટલાક ફાયદા પણ છે. જોકે, દુબઈથી ડ્યુટી ફ્રી સોનું લાવવામાં મર્યાદા હોય છે. જેમાં તમે ચોક્કસ વજનથી વધારે સોનું લાવી શકતા નથી. દુબઈમાં સોનાની કિંમત ભારત કરતાં ઓછી હોવાના કારણે લોકો ત્યાંથી સોનુ લાવવાનું પસંદ કરે છે. તેના કારણે દુબઈથી સંતાડીને સોનું લાવીને તેની દાણચોરીની ઘટનાઓ મીડિયામાં આવતી રહે છે. તો આપણે જોઈએ કે શા માટે ભારતીયોમાં દુબઈથી સોનાની ખરીદીનો ક્રેઝ છે અને ત્યાં અને ભારતમાં સોનાની કિંમતમાં કેટલો ફરક છે. આ ઉપરાંત ત્યાંથી તમે કેટલું સોનું લાવી શકો છો.

દુબઈથી પોતાની સાથે કેટલું લાવી શકો

ભારત કરતાં દુબઈમાં સસ્તું મળે છે સોનું: દુબઈથી સોનું ખરીદવાનો સૌથી મોટો ફાયદો તેની કિંમત છે. ભારત અને દુબઈમાં સોનાના ભાવમાં 4થી 5 હજાર રૂપિયાનો ફરક રહેતો હોય છે. એટલે કે દુબઈ કરતાં ભારતમાં સોનાનો ભાવ 4થી 5 હજાર વધારે હોય છે. તેથી કિંમતમાં આટલા તફાવતના કારણે ભારતીયો ત્યાંથી સોનાની ખરીદી કરવા માટે આકર્ષાય છે. આ ઉપરાંત દુબઈ એક ટુરિસ્ટ સ્પોટ હોવાથી દુનિયાભરના પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે. જેના કારણે ત્યાં સોનાના દાગીનાની ડિઝાઈનમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. દુનિયાભરની ડિઝાઈન ત્યાં જોવા મળે છે.

ભારત કરતાં દુબઈમાં સસ્તું મળે છે સોનું:

દુબઈ સરકાર સોનાની ખરીદી પર ટેક્સ લેતી નથી: દુબઈમાંથી સોનાની ખરીદી સસ્તી પડે છે તેની સાથે સાથે ત્યાં ટેક્સમાં પણ ફાયદો થાય છે. દુબઈ સરકાર ટૂરિસ્ટ્સ પાસેથી સોનાની ખરીદી પર કોઈ ટેક્સ લેતી નથી. જોકે, પ્રવાસી તરીકે તમે દુબઈ ગયા હોય તો તમે જ્યારે સોનું ખરીદો છો ત્યારે તમારે દુકાનમાં ટેક્સ ચૂકવવો પડે છે પરંતુ એરપોર્ટ પર તે તમને પરત મળી જાય છે. આમ તેમને અહીં પણ સોનાની ખરીદીમાં ફાયદો થાય છે.

શું છે નિયમઃ

શું છે નિયમઃ એપ્રિલ 2016 થી, માત્ર ભારતીય પ્રવાસીઓ કે જેઓ એક વર્ષથી વધુ સમયથી દેશની બહાર રહેતા હતા તેઓ દુબઈથી દેશમાં સોનું લાવી શકે છે. આ નિયમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. દેશમાં જે સોનું લાવી શકાય છે તે દરેક લિંગ પ્રમાણે બદલાય છે.

નિયમ મુજબ દુબઈથી ભારત જનાર વ્યક્તિ વધુમાં વધુ 20 ગ્રામ સોનું પોતાની સાથે લઈ જઈ શકે છે. દરમિયાન, દુબઈથી મુસાફરી કરતી મહિલા વધુમાં વધુ 40 ગ્રામ સોનું પોતાની સાથે લઈ જઈ શકે છે. આ સિવાય જે બાળકો ભારતની બહાર એક વર્ષથી વધુ સમયથી રહેતા હોય તેઓ પણ પોતાની સાથે સોનું લાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દિલ્હી કોમી તોફાન કેસમાં ફસાયું ફેસબુક, જાણો સુપ્રીમ કોર્ટે આપ્યો શું આપ્યો મોટો ચુકાદો…

Abhayam

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

Abhayam

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા  

Vivek Radadiya