Abhayam News
AbhayamGujaratNewsPolitics

મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વચ્ચે કચ્છમાં મહત્ત્વની મુલાકાત

mohan bhagavat

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરએસએસના સર સંચાલક મોહન ભાગવત વચ્ચે આવતીકાલે કચ્છમાં મહત્વની બેઠક મળનાર છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક પ્રણાલીથી ખાતરી કરવામાં આવશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવત વચ્ચે આવતીકાલે કચ્છમાં મહત્વની મુલાકાત યોજનાર છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને અમિત શાહ સાથે બેઠક કરીને પરત આવેલા મુખ્યમંત્રી આવતીકાલે કચ્છની મુલાકાતે જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મળનારી કાર્યકારી મંડળીની આ બેઠક અગાઉ મુખ્યમંત્રી અને ભાગવત વચ્ચેની બેઠક અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઈ એક સ્થાન પર મળતી હોય છે. આ વખતે લોકસભાની ચૂંટણી પૂર્વે આ બેઠક કચ્છ ખાતે મળી રહી છે. આ બેઠક ભુજ ખાતે તા.5 નવેમ્બરથી 7 નવેમ્બરનાના રોજ ત્રણ દિવસ માટે મળવા જઈ રહી છે. આ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત કચ્છ આવી ચૂક્યા છે. દરમિયાન તેઓ વિવિધ કાર્ય વિસ્તાર સહિતની બાબતો પર ચિંતન કરી રહ્યા છે.

બિન સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરએસએસના સર સંચાલક મોહન ભાગવત વચ્ચે આવતીકાલે કચ્છમાં મહત્વની બેઠક મળનાર છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક પ્રણાલીથી ખાતરી કરવામાં આવશે અને આવતા દિવસોમાં કેટલાક કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠકમાં સંઘના કાર્ય વિસ્તાર સહિતની બાબતો પર ચિંતન કરવામાં આવશે.

સર સંઘ સંચાલક ડો. મોહનજી ભાગવત તારીખ 31 ઓકટોબરના રોજ સવારે ટ્રેન મારફતે ભુજ ખાતે આવી પહોંચ્યા હતા. આ બેઠકમાં મોહન ભાગવત સહિત ભારતીય ક્ષેત્રના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે. દેશના 44 રાજ્યો અને 500થી વધારે ક્ષેત્રના નેતાઓ ઉપસ્થિત રહેશે. 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાતી આ સંઘની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર વધારો 

Vivek Radadiya

આ ફળની ખેતીથી ખેડૂતો થયા સદ્ધર

Vivek Radadiya

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ 

Vivek Radadiya