Abhayam News
AbhayamGujaratLawsNews

WHO માં નોકરી અપાવવાના નામે 15 લાખ રૂપિયાની છેતરપિંડી

WHO માં નોકરી અપાવવાના નામે 15 લાખ રૂપિયાની છેતરપિંડી વ્યક્તિએ લોકોને WHOના પ્રાદેશિક કાર્યાલયમાં નોકરીની ઓફર કરી હતી. તેઓએ વધારે પગારની લાલચ આપી હતી. નોકરી મેળવવા માટે પીડિતોએ કુલ 14,30,100 રૂપિયા પાંચ હપ્તામાં આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત 50,000 રૂપિયા રોકડા પણ આપ્યા હતા. આરોપીઓએ ઈ-મેઈલમાં એક ઓફર લેટર મોકલ્યો હતો.

WHO માં નોકરી અપાવવાના નામે 15 લાખ રૂપિયાની છેતરપિંડી

હાલ દેશમાં નોકરી અપાવવના નામે ફ્રોડના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક કેસ દિલ્હીથી સામે આવ્યો છે, જેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઓફિસમાં નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. દિલ્હીના જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં લોકો દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. તેઓ એક વ્યક્તિને મળ્યા હતા અને તેમણે પોતાને ડબ્લ્યુએચઓની હેડ ઓફિસમાં કામ કરતા ડોક્ટર તરીકે ઓળખાણ આપી હતી.

કુલ 1430100 રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા

આ વ્યક્તિએ લોકોને WHOના પ્રાદેશિક કાર્યાલયમાં નોકરીની ઓફર કરી હતી. તેઓએ વધારે પગારની લાલચ આપી હતી. નોકરી મેળવવા માટે પીડિતોએ કુલ 14,30,100 રૂપિયા પાંચ હપ્તામાં આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત 50,000 રૂપિયા રોકડા પણ આપ્યા હતા. આરોપીઓએ ઈ-મેઈલમાં એક ઓફર લેટર મોકલ્યો હતો, પરંતુ પીડિતોએ સંસ્થા પાસે તપાસ કરી તો ખબર પડી કે, ઓફર લેટર્સ ફેક છે.

આરોપીઓની ઘરપકડ કરવામાં આવી

પીડિતોએ આ મુદ્દે આરોપીનો સંપર્ક કર્યો તો તેઓએ ધમકી આપી હતી. પીડિતો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને પકડવા ટીમ બનાવી અને સર્વેલન્સ તેમજ સ્થાનિક લોકોની મદદથી આરોપીની ઓળખ કરી દિલ્હીના મીત નગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

નોકરી ન મળતા ફ્રોડ કરવાનો પ્લાન બનાવ્યો

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેનું નામ વિનોદ છે. તેણે ગાઝિયાબાદની મેડિકલ કોલેજમાંથી બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપીનો અભ્યાસ કર્યો છે. નોકરી ન મળતા તેણે ફ્રોડ કરવાનો પ્લાન બનાવ્યો અને WHOનું ફેક ઓળખ કાર્ડ બનાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ફેક આઈડી કાર્ડ, મોબાઈલ ફોન અને રોકડ રકમ જપ્ત કરી છે.

સાયબર ગુનેગારોથી સાવધાન રહો

  1. WHO ક્યારેય ખાલી જગ્યા પર ભરતી માટે રૂપિયાની માંગણી કરતું નથી.
  2. WHO માં કોન્ફરન્સ મીટિંગ્સ માટે રજીસ્ટ્રેશન ફી તરીકે રૂપિયા લેવાની પોલિસી નથી.
  3. WHO કોઈપણ ડિજિટલ માધ્યમ દ્વારા લોટરીનું આયોજન કરતું નથી. આ ઉપરાંત ઈનામ કે એવોર્ડ ઓફર કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

guinness world record માં સામેલ થયું શોનું નામ

Vivek Radadiya

DY.CM મનીષ સિસોદિયા આવતીકાલે ગુજરાત પધારશે, જાણો સમગ્ર કાર્યક્રમ ..

Abhayam

107 બ્લડ યુનિટ એકત્રિત કરી પોતાના જન્મદિવસની યુવાને કરી અનોખી ઉજવણી..

Abhayam

1 comment

Comments are closed.