Abhayam News
AbhayamGujaratSports

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો વર્લ્ડ કપ 2023ની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બાબર આઝમની કેપ્ટન્સી વાળી પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપમાં અત્યાર સુધી પોતાની 7માંથી 3 મેચ જીતી લીધી છે. પરંતુ હજુ પણ ટીમ પર સેમીફાઈનલથી બહાર થવાની તલવાક લટકી રહી છે. પાકિસ્તાને શરઆતની બે મેચો જીતી. પરંતુ ત્રીજી મેચમાં ભારતથી હાર મળી. 

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો
પોલ ખુલવાની આખી સ્ટોરી અહીંથી જ શરૂ થાય છે. ભારત બાદ પાકિસ્તાન ટીમ સતત 3 મેચ હારી. આ રીતે સતત 4 હાર બાદ પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત નોંધાવી. પરંતુ સતત હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમના ફેન્સ ખૂબ જ નારાજ છે. 

પીસીબીએ જુની ફાઈલો ખોલતા ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકના સામે તપાસ બેસાડી દીધી. જેના બાદ ઈંઝમામે પણ પોતાના પદથી રાજીનામુ આપી દીધી. હવે આ સંપૂર્ણ મામલાની તપાસ કેપ્ટન બાબર આઝામ અને મોહમ્મદ રિઝવાન સુધી પહોંચી શકે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંઝમામ પર આરોપ છે કે તે પીસીબી ચીફ સિલેક્ટરના પદ પર રહ્યા તે સમયે એક પ્લેયર્સ મેનેજમેન્ટ કંપની સાયા કોર્પોરેશનમાં પણ તેમને લગભગ 25 ટકા શેર રહ્યા છે. એવામાં આરોપ છે કે તે સિલેક્શન વખતે આ કંરનીના ખેલાડીઓ પર વધારે મહેરબાન રહેતા હતા. 

વર્લ્ડ કપ બાદ બાબર-રિઝવાનની પણ થઈ શકે છે પુછપરછ 
પાકિસ્તાની ચેનલની રિપોર્ટ અનુસાર આ સાયા કંપનીમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની પણ ભાગીદારી રહી છે. આ કંપની પાકિસ્તાની ટીમમાં રમવાના બદલામાં ખેલાડીઓ પાસેથી 30 ટકા કમીશન લે છે. તેમાં ઈઝમામ, બાબર અને રિઝવાન પણ ભાગીદાર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ:-શિક્ષણમંત્રીના આ નિવેદનથી હાઇકોર્ટ નારાજ…

Abhayam

EPFOએ કરોડો કર્મચારીઓને નવા વર્ષની આપી ભેટ

Vivek Radadiya

બજેટ 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની રજૂઆત….

Abhayam

1 comment

Comments are closed.