ભોપાલ ગેસ ટ્રેજેડીને ઉજાગર કરશે સિરીઝ બોલિવૂડ અભિનેતા આર માધવન છેલ્લા લાંબા સમયથી વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’ને લઇને ચર્ચામાં છે. મેકર્સે આ વેબ સિરીઝનો ટીઝર વીડિયો શેર કર્યો છે. સાથે જ તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ‘ધ રેલ્વે મેન’માં આર માધવન સિવાય દિવ્યેંદુ શર્મા, કેકે મેનન અને બાબિલ ખાન પણ જોવા મળશે.
ભોપાલ ગેસ ટ્રેજેડીને ઉજાગર કરશે સિરીઝ
સત્ય ઘટના પર પ્રેરિત છે વેબ સિરીઝ
‘ધ રેલ્વે મેન’ સત્ય ઘટનાઓથી પ્રેરિત કહાની છે. ચાર એવા લોકોની વાર્તા છે જેમાં તે લોકોનો જીવ બચાવતા જોવા મળે છે. ભોપાલ ગેસ ટ્રેજેડી સાથે જોડાયેલી આ વેબ સિરીઝનું પુરૂ નામ ‘ધ રેલ્વે મેન- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ભોપાલ 1984’છે. જે 4 એપિસોડમાં પ્રસારિત થશે.
ક્યારે અને ક્યા જોઇ શકશો
‘ધ રેલ્વે મેન’ને દર્શક OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઇ શકશે. આ વીડિયોમાં મેકર્સે મોઢા પર કપડા બાંધેલા બાબિલ ખાન, આર માધવન, દિવ્યેંદુ શર્મા અને કેકે મેનને બતાવ્યા છે. આ સીરિઝ ઓટીટી પર 18 નવેમ્બર 2023માં સ્ટ્રીમ થશે.
1984માં ભોપાલમાં બની હતી ગેસ દૂર્ઘટના
1984માં બે ડિસેમ્બરની રાત્રે ભોપાલમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું જેના ઘા હજુ સુધી ભરાયા નથી. ભોપાલમાં આવેલી યૂનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થતા 16000થી પણ વધારે લોકોના મોત થયા હતા અને પાંચ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ ઘટનાને આજે દેશની સૌથી મોટી ઔધોગિક દૂર્ઘટના માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે