Abhayam News
AbhayamBusinessGujaratNews

ગુજરાતમાં ધોરણ 10-12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર

ગુજરાતમાં ધોરણ 10-12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર ધો. 10 અને 12 ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરાયો છે. ત્યારે હેતુલક્ષી પ્રશ્ન વધાર્યા છે. જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો ઘટાડ્યા છે. તેમજ પરીક્ષામાં હવે આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આવશે. હેતુલક્ષી પ્રશ્નોનો વિકલ્પ નબળા વિદ્યાર્થીઓ માટે પ્લસ પોઈન્ટ બનશે ખરો? ગુજરાતમાં ધોરણ 10-12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર

પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફાર થયા?
હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધાર્યું છે.  વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ઘટાડ્યું. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટછાટ મળી છે.  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળશે.
 

વિદ્યાર્થીઓ માટે શું બદલાયું?

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહ

  • હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20%ને બદલે 30% થયું

વર્ણનાત્મક પ્રશ્નો

  • વર્ણનાત્મક પ્રશ્નો 80%ને બદલે 70% રહેશે
  • આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે

પૂરક પરીક્ષા

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકને બદલે બે વિષયની પૂરક પરીક્ષા
  • ધોરણ 10માં બેને બદલે ત્રણ વિષયની પૂરક પરીક્ષા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

  • 50% MCQ યથાવત રહેશે
  • બાકીના 50% વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ મળશે
  • તમામ વિષયની પૂરક પરીક્ષા જૂન-જુલાઈમાં યોજાશે
  • વિદ્યાર્થી પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયની પુન:પરીક્ષા આપી શકશે
  • તમામ વિષયની પરીક્ષાને બદલે ઈચ્છે એટલા વિષયની પણ પુન:પરીક્ષા આપી શકશે
  • બંને પરીક્ષામાંથી જેનું પરિણામ વધારે હશે તે માન્ય રાખવામાં આવશે

શિક્ષણવિદ શું માને છે?
યાદશક્તિ આધારીત પરીક્ષા અને પરિણામમાંથી વિદ્યાર્થી બહાર નિકળી શકશે. હેતુલક્ષી પ્રશ્નોને કારણે ટૂંકમાં વર્ણન કરી શકતા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.  વિદ્યાર્થી લાંબુ વર્ણન ન કરી શકે પણ જવાબ સમજાવી શકશે. 30% હેતુલક્ષી પ્રશ્નોથી ઓછી યાદશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. હેતુલક્ષી પ્રશ્નો વિવિધ પ્રકારના હશે જેથી વિદ્યાર્થીઓની કસોટી થશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ નબળા વિદ્યાર્થીઓને આવકાર્ય છે. માત્ર જનરલ વિકલ્પ આપવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ પણ તેને જ પસંદ કરશે. એવું બની શકે કે પ્રકિર્ણ પ્રકારના પ્રશ્નોનું બહુ મહત્વ ન રહે. વધુ વિષયની પૂરક પરીક્ષાઓથી બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ વધશે. ગુજરાત ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તેવી જોગવાઈ દાખલ થઈ શકે છે.  ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તો બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ ઘટે છે. 

  • એવું બની શકે કે પ્રકિર્ણ પ્રકારના પ્રશ્નોનું બહુ મહત્વ ન રહે
  • વધુ વિષયની પૂરક પરીક્ષાઓથી બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ વધશે
  • ગુજરાત ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તેવી જોગવાઈ દાખલ થઈ શકે
  • ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તો બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ ઘટે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

એરટેલ અને જિયોની વચ્ચે ફરી એકવાર મોટી ટક્કર

Vivek Radadiya

ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા:જો પતિ-પત્ની એકબીજા પર વિશ્વાસ ન કરે તો વૈવાહિક સંબંધોમાં ખટરાગ ઉદભવે છે

Vivek Radadiya

લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને આપી શકે છે મોટી રાહત 

Vivek Radadiya