Abhayam News
AbhayamBusinessNews

દુબઈ કમાવા જવું હોય તો ત્યાના કાયદા બરાબર સમજવા પડશે

સુરક્ષાની દ્રષ્ટીએ દુનિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે

દુબઈ કમાવા જવું હોય તો ત્યાના કાયદા બરાબર સમજવા પડશે અમેરિકા, ભારત સહિતના દેશો સુરક્ષાની દ્રષ્ટીએ દુનિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે, જેમાં દેશની આંતરિક સુરક્ષા અને વિવિધ એજન્સીઓની કામગીરી ઘણી જ જાણીતી છે પરંતુ જ્યારે વાત દુબઈની આવે તો અહીંની સુરક્ષાનું એક અલગ લેવલ છે, ગુનેગારે ગમે તેટલો સક્સેસ પ્લાન બનાવ્યો હોય તો તે બચી શકતો નથી, અહીં એવું કહેવાનો જરાય મતલબ નથી કે અન્ય કોઈ દેશની સુરક્ષા ઉતરતી કક્ષાની છે પરંતુ જે પ્રમાણે દુબઈમાં ટેક્નોલોજી અને કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે તેની એક અલગ રીત છે. તમારામાં સામાન્ય લોકો કરતા કંઈક અલગ વિચારવાની તાકાત હોય કે કંઈક નવું કરવું હોય તો દુબઈમાં તમને ઝડપથી તક મળી શકે છે. પરંતુ આ તક મેળવતા પહેલા ત્યાના નીતિ-નિયમો અને કાયદાનો બરાબર અભ્યાસ કરવો પણ બહુ જ જરુરી છે.

UAE ટ્રાવેલિંગ હબ તરીકે સૌથી ઝડપી વિકસી રહ્યું છે

UAE ટ્રાવેલિંગ હબ તરીકે સૌથી ઝડપી વિકસી રહ્યું છે. આ સિવાય અહીં નોકરી-ધંધા માટે આવતા તથા રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા લોકોની પણ હોડ જામી રહી છે. જેમાં દુબઈ વધુ પ્રખ્યાત છે, જઈને સારી કમાણી કરવી છે કે સારી નોકરી કરવી છે તેમના માટે અહીં વિશાળ તકો રહેલી છે, લેબર તરીકે કે કોઈ સારો પ્લાન તમારા મગજમાં હોય અને ત્યાની કંપની તમારા પર વિશ્વાસ મૂકે તો સમજો તમારી લાઈફ બની જશે. દુબઈમાં નોકરી કરતા કેટલાક લોકો સાથે અમે વાત કરી છે તો તેમણે પોતાના અનુભવોમાં જણાવ્યું છે કે તેમની પાસે જે આઈડિયા હતા તે દુબઈની કંપની સાથે શેર કર્યા અને પોતાને પગાર સહિતની જે સુવિધાઓ જોઈતી હતી તેના વિશે વાત કરી તો પણ કંપનીએ આનાકાની કર્યા વગર તેમને તમામ લાભ આપ્યા પરંતુ આ લોકોએ દુબઈના કાયદા અને તેના પાલન વિશે પણ બરાબર સમજ રાખી છે.દુબઈ કમાવા જવું હોય તો ત્યાના કાયદા બરાબર સમજવા પડશે

દુબઈમાં આવા જુગાડ જરાય કામ લાગતા નથી

અહીં ઘણાં લોકો પોતાની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોય કે કોઈ કામ કરવું હોય પરંતુ તેની સત્તા ન હોય તેમ છતાં જુગાડ કરીને તે કામ કરી લેતા હોય છે, જોકે, પકડાયા બાદ તેમની સામે પણ પગલાં ભરવામાં આવતા હોય છે. પરંતુ દુબઈમાં આવા જુગાડ જરાય કામ લાગતા નથી અને તમે પકડાયા પછી તમારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પોતાના દેશની સુરક્ષા અંગે મિનિસ્ટ્રી ઓફ ઈન્ટિરિયર દ્વારા માહિતી સહિત વીડિયો શેર કરવામાં આવે છે. જેમાંથી એક વીડિયો અહીં શેર કરી રહ્યા છે જેમાં તમને સ્પષ્ટ થઈ જશે કે દુબઈમાં કાયદાનું પાલન કરવા માટે કેટલી કડક રીતે ફરજ પાડવામાં આવે છે.દુબઈ કમાવા જવું હોય તો ત્યાના કાયદા બરાબર સમજવા પડશે

એવું જરાય નથી કે દુબઈમાં કામ કરવું બહુ જ અઘરું છે,

અહીં મિનિસ્ટ્રી ઓફ ઈન્ટિરિયર દ્વારા શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે હાઈવે પરથી એક કાર ભગાવીને શખ્સ જાણે પોલીસના હાથમાં નહીં આવે તે રીતે ભાગી રહી છે. શહેરમાં આવ્યા પછી પણ તે શખ્સ કાર બદલીને ભાગવાની કોશિશ કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી અને આખરે યુએઈની એજન્સી તે શખ્સને ટેક્નોલોજીના આધારે ઝડપી પાડે છે. આ સિવાય આરોપીને પકડવા માટે ટ્રાફિકના ખાસ નિયમોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પણ અહીં જોઈ શકાય છે. એવું જરાય નથી કે દુબઈમાં કામ કરવું બહુ જ અઘરું છે, પરંતુ ત્યાના નિયમોનું પાલન કરવું બહુ જ જરુરી બની જતું હોય છે. જો તમારી પાસે લાઈસન્સ નથી અને તમે કાર ચલાવો છો અને એજન્સીના હાથમાં આવો છો તો તમારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

ગુજરાત અને બિહારમાં દારૂ પર પ્રતિબંધ

Vivek Radadiya

હવે નહીં આવે ઓવરસ્પીડનો મેમો!

Vivek Radadiya

વાઇબ્રન્ટ પહેલા જ આવશે કરોડોનું રોકાણ

Vivek Radadiya