Abhayam News
AbhayamGujaratPolitics

ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

સ્થાપના સમારંભ દરમ્યાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસરની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે. જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજીત કરવામાં આવશે

ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

પ્રધાનમંત્રી મોદી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમ બપોરે 12.30 પર યોજાશે. પીએમ મોદીને બુધવારે રામ જન્મભૂમિ નિર્માણ સમિતિના સભ્યો મળ્યા હતા. આ મુલાકાત સાંજે 5.15 કલાકે થઈ હતી. મુલાકાત કરનારા લોકોમાં ચંપત રાય, નૃપેન્દ્ર મિશ્રા, ગોવિંદ ગિરી સહિત 4 લોકો સામેલ હતા. તેમણે પીએમ મોદીને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો હતો, જેનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે.

પૂર્વ ટ્વિટર પર પીએમ મોદીએ કહ્યું કે, આ તેમનું સૌભાગ્ય છે કે તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. પીએમ મોદીએ ટ્રસ્ટના સભ્યો સાથે મુલાકાતનો ફોટો શેર કર્યો છે. અહીં ઉલ્લેખનિય છે કે, પ્રાણ પ્રતિષ્ઠાના એક ભવ્ય સમારંભમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

ઈશુદાન ગઢવીએ લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકાર સામે કરી બે માગ…

Abhayam

2024ના નવા વર્ષમાં અનેક લક્ષ્યાંક સાથે ભાજપ મક્કમ

Vivek Radadiya

Netflix યુઝર્સને મોટો ઝટકો: હવેથી સબ્સ્ક્રિપ્શન લેવું થયું મોંઘુદાટ, કંપનીએ કર્યો ચાર્જમાં વધારો, જાણો શું છે નવા રેટ

Vivek Radadiya