Abhayam News
AbhayamGujaratNews

સફળ રોકાણકાર બનવા 50 30 20 આ થમ્પ રુલ અપનાવો 

50-30-20નો નિયમ જો તમે શેરબજાર કે પછી રોકાણ ક્ષેત્રે નવા નવા છો અને એક સફળ રોકાણકાર બનવા માગો છો તો સૌથી પહેલા કેટલાક થંબ રુલ્સ વિશે તમારે જાણી લેવું જોઈએ જે તમને ચોક્કસ કમાણી કરાવી દેશે. ઘણા થંબ્સ રુલ્સ છે જેનો ઉપયોગ રોકાણ અને નાણાકીય આયોજન માટે થાય છે. આ થંબ્સ રુલ્સનો શાણપણ અને શિસ્ત સાથે ઉપયોગ કરવાથી રોકાણકારોને તેમની આવક અને રોકાણ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળે છે એટલું જ નહીં પરંતુ રોકાણ પર મહત્તમ વળતર મેળવવામાં પણ મદદ મળે છે

50-30-20નો નિયમ

50-30-20નો નિયમ પણ નાણાકીય આયોજનનો એવો જ એક નિયમ છે. આ રુલ્સની મદદથી નવા રોકાણકારો તેમની બચત અને ખર્ચ વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકે છે. તેમજ રોકાણકારો ઉંમર અને સંજોગો અનુસાર ત્રણ બકેટ માટે નિર્ધારિત ટકાવારીમાં પણ ફેરફાર કરી શકે છે.

આ રુલ્સ હેઠળ, તમારા નાણાંને ત્રણ બકેટમાં વર્ગીકૃત કરવામાં આવે છે – જરૂરિયાતો, માંગ અને બચત. હવે 50-30-20 ના નિયમ મુજબ, તમારે તમારી આવકના 50 ટકા જરૂરિયાતો પર ખર્ચ કરવા જોઈએ, જેમ કે ઘરના ખર્ચાઓ, કરિયાણા અને અન્ય દૈનિક જરૂરિયાતો. તે પછી, 20 ટકા બચત પર, જેમાં તમારા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો માટે નિર્ધારિત બચતનો સમાવેશ થશે. આ પછી, 30 ટકા મનોરંજન, ભોજન અને મુસાફરી વગેરે પર ખર્ચ કરવા જોઈએ

આવકના 50 ટકા જરૂરિયાતો પર

આ બકેટમાં તે ખર્ચાઓનો સમાવેશ થાય છે જે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેને સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ. આમાં તમારી જરૂરિયાતો, જરૂરી ખર્ચાઓ, નાણાકીય જવાબદારીઓ અને અન્ય જવાબદારીઓનો સમાવેશ થાય છે. આ બકેટમાં ભાડું, યુટિલિટિઝ, કરિયાણું, આરોગ્ય સંભાળ, વીમા પ્રીમિયમ, બાળકની શાળા અથવા કૉલેજની ફી અને અન્ય દૈનિક આવશ્યક ખર્ચનો સમાવેશ થાય છે.

30%નું બકેટ

આ બકેટ ઈચ્છાઓ માટે છે, જેમાં એવા ખર્ચાઓનો સમાવેશ થાય છે જે જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી માનવામાં આવતા, પરંતુ તે તમારા વ્યક્તિત્વ અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, જેમ કે મનોરંજન, ભોજન અને મુસાફરી. નિયમ પ્રમાણે, ચોખ્ખી આવકના આશરે 30% આ શ્રેણી હેઠળ ફાળવવામાં આવે છે. આ ખર્ચાઓ જરૂરિયાતોનો ભાગ ન હોવાથી, ફાળવેલ ભંડોળનો ખર્ચ કરવો તે તમારી વિવેકબુદ્ધિ પર આધારિત છે.

20 ટકા બચત પર

આવકનો છેલ્લો 20% બચત અને રોકાણમાં ફાળવવો જોઈએ. વ્યક્તિએ ભવિષ્યના ધ્યેયો, રોકાણો અને તબીબી સારવાર, ઘરની જાળવણી અથવા કાર રિપેર જેવી અણધારી પરિસ્થિતિઓ માટેની જરૂરિયાતો માટે માસિક આવકના 20% બચાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જીવનદાન:સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ..

Abhayam

LPG ગેસ સિલિન્ડર આજથી થયું સસ્તું

Vivek Radadiya

કોણે તૈયાર કરી હતી આ ભવ્ય રામ મંદિરની આખી ડિઝાઇન ?

Vivek Radadiya