સુરત ખાતે નેશનલ ગેમ્સ ચાલી રહી છે. આ ઈવેન્ટમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ગઈકાલે બુધવારેે સુરતમાં પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ (Table Tennis Finals) મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતની ટીમે (national games Gujarat wins gold) શાનદાર જીત મેળવી છે. સુરતમાં સાંજે 6 વાગ્યાથી આ ફાઈનલ મેચની શરુઆત થઈ હતી. દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચ તેના ચરમ હતો. ઈન્ડોર સ્ટેડિયમનો માહોલ જોવા જેવો હતો. ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી. આવનારા સમયમાં ટેબલ ટેનિશ સિન્ગલ, ડબલ અને મિક્સ ડબલની મેચ પણ રમાશેે.
નેશનલ ગેમ્સ અંતર્ગત રામાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મળ્યો છે. મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો. આજે સમાપન સમારોહમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કરાશે.
સાત વર્ષ પહેલાં કેરળમાં સિલ્વર મેડલ જીતનાર હરમીત પોડિયમની ટોચ પર ઊભા રહેવાની બીજી તક જવા દેવાનો નહોતો અને મેચની શરૂઆત આક્રમક માનસિકતા સાથે કરી હતી. તેણે હરિયાણાના સૌમ્યજીત ઘોષને ફોરહેન્ડ અને બેકહેન્ડ શોટ બંનેમાંથી એંગલ શોધીને 11-8, 11-4, 11-7, 11-8થી જીતવા માટે ડિફેન્સિવ પર રાખ્યો હતો. મિક્સ ડબલ્સની ફાઇનલમાં માનુષ અને કૃતત્વિકાએ તેલંગાણાની શ્રીજા અને એફઆર સ્નેહિતને 11-8, 11-5, 11-6થી હરાવ્યાં.
બલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નેશનલ ગેમ્સ અંતર્ગતની ઈવેન્ટ સત્તાવાર ઉદ્ઘાટન પહેલા હાલમાં શરૃ કરી દેવામાં આવી છે. જ્યારે નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સંમારંભ ૨૯મી સપ્ટેમ્બરે થવાનો છે. જ્યારે ઈવેન્ટ્સ ૨૭મી સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે. આજે રમાયેલી મેન્સ ટેબલ ટેનિસની ફાઈનલમા ગુજરાતના માનવ ઠક્કરે ૩-૦થી દિલ્હીના સુધાંશુ ગ્રોવરને હરાવ્યો હતો. જ્યારે ગુજરાતના કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ખેલાડી હરમીત દેસાઈએ પાયસ જૈનને ૩-૦થી પરાજીત કર્યો હતો. માનુષ શાહે ૩-૦થી યશ મલિકને હરાવતા ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
અમારી ટીમના ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે :ગુજરાત ટીમના ખેલાડી હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, આ 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને પેહલો ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મેળવ્યો છે.
એ ખૂબ જ ખુશીની વાત છે. આ પહેલા 2015માં અમે સિલ્વર મેડલ જીત્યા હતા. એટલે કે આ ઇતિહાસ માટે મોટી વાત કહેવાય એમ કહી શકાય છે. દિલ્હીની ટીમને અમે હરાવ્યું તે પણ ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે. અમારી ટીમના ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. અને આશા રાખીએ છીએ આગળ પણ ટેબલ ટેનિસમાં મેડલ મેળવીએ. આ મેચમાં જે રીતે માનવ ઠક્કરે જીત મેળવી ત્યારબાદ મારામાં આત્મવિશ્વાસ સુધી ગયો હતો. ત્યારબાદ મેં પાયસ જૈન ઉપર મારો દબાવ બનાવ્યું હતું. જેથી અમે ગોલ્ડ મેળવ્યો છીએ.
મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની મેન્સ ટેબલ ટેનિસ ટીમને બ્રોન્ઝમેડલ મળ્યા હતા.. જ્યારે મહિલાઓની ટીમ ઈવેન્ટમાં પશ્ચિમ બંગાળે ગોલ્ડ જીત્યો હતો. તેમણે ફાઈનલમાં મહારાષ્ટ્રનેહરાવ્યું હતુ. જ્યારે તેલંગણા અને તમિલનાડુને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.