Abhayam News
AbhayamNews

જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર થયો મોટો ધડાકો, આગ લાગતા અફરાતફરીનો માહોલ…

અમદાવાદના સૌથી ભીડભાળ વાળી જગ્યા જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. જે બાદ પેટ્રોલ પંપ પર લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. ફાયર વિભાગની ટીમોએ આગ કાબૂ લેવા જહેમત હાથધરી છે. 

તાત્કાલિકના ધોરણે ફાયર વિભાગને કોલ જોડવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પેટ્રોલ પંપની બહાર ગાડી ગોઠવી પાણીનો મારો ચલાવ્યો હતો.

તો પોલીસને પણ જાણ થતાં બનવા સ્થળેથી લોકોના ટોળાઓને દૂર ખસેડવાની તજવીજ હાથ ધરી છે.હાલ સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

પેટ્રોલ પંપ પર ઘડકો કઈ રીતે થયો તેનું કોઈ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પણ હાલની સ્થિતિએ આખોય પેટ્રોલપંપ આગમાં ઝૂલસી ગયો છે.

જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ થયેલા આ ધડાકાને કારણે આસપાસના રાહદારીઓ અને દુકાનદારો ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જૂનાગઢની બજારમાં મળશે દિવાળીની તમામ વસ્તુઓ

Vivek Radadiya

વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો !

Vivek Radadiya

તમે જોયું હશે કે. ઘણી પાણીની બોટલના ઢાંકણાંનો રંગ અલગ-અલગ હોય છે.

Vivek Radadiya