રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે
– 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે
– આ નિર્ણયો આવતીકાલે એટલેકે તા. 4થી ફેબ્રુઆરી 2022થી અમલમાં આવશે અને તા. 11 મી ફેબ્રુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
– મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે:
– બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે
– રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે
– રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
– લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.
– કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ તા. 11 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
– હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર4 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
અને અંકલેશ્વરમાં પણ તા. 4 થી ફેબ્રુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
– હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 11 ફેબ્રુઆરી 2022ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
રાત્રિ કર્ફ્યૂની હાલની જે સમયાવધિ તા.04- 2- ર022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા. 11 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.
મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણોના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે.
તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 4થી ફેબ્રુઆરીથી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યૂનો અમલ તા. 11 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…