Abhayam News
AbhayamSocial Activity

સુરત:-બ્રેઇનડેડ કનુભાઇએ અંગદાન કરી પાંચને આપ્યું નવજીવન..

લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ કનુભાઈ વશરામભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે

. સુરતમાં હાથનું દાન કરવાની આ બીજી ઘટના છે. અત્યાર સુધી મુંબઇમાં આવાં પાંચ બનાવ બન્યા છે જ્યારે દેશમાં 20 બનાવ બન્યા છે.

ગુરુવાર, તા. 20 જાન્યુઆરીના રોજ કિરણ હોસ્પીટલના ડોક્ટરોએ કનુભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતા મેડિકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કનુભાઈનાં બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ભાવનગરનાં રૂપાવટી ગામનાં વતની અને સ્નેહમુદ્રા સોસાયટી, મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને મંગળવાર 18 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 કલાકે લકવાનો હુમલો થતા તેઓને કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.

નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ઇન્ટરવેશનલ રેડીઓલોજીસ્ટ ડૉ.જીગર આહયાએ સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

આપણા દેશમાં કેટલાયે વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા હોય છે અને તે વ્યક્તિઓ તેઓનું સામાન્ય જીવન જીવી શકતા નથી.

જો આપ તમારા સ્વજનના કિડની અને લિવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ આપો તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલા વ્યક્તિઓને નવુ જીવન મળી શકે.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાને અંગદાનનું મહત્વ સમજાવી જણાવ્યું કે તમે તમારા સ્વજનના કિડની અને લિવરનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે માટે તમને વંદન છે સલામ છે

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દાહોદના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડૉ.દિવાકર જૈન અને તેમની ટીમ દ્વારા, બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૪૫ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

નુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાએ થોડો સમય લઈ  કનુભાઈના પત્ની શારદાબેન સાથે વિચાર વિમર્શ કરી કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપતા જણાવ્યું કે અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા, તેઓએ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા.

હાથ, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ કંપનીએ બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

Vivek Radadiya

ભાજપના કેમ્પેનિંગમાં ગુંજી Animal મૂવીની ગૂંજ

Vivek Radadiya

શું છે ડાર્ક પેટર્ન સ્કેમ

Vivek Radadiya