Abhayam News
AbhayamNews

નવા વર્ષમાં પોટાશ ખાતરમાં આટલા રૂપિયા નો વધારો કરી દેવાયો..

2022 નું વર્ષ ખેડૂતોની આવક બમણી કરવાનું વર્ષ છે. પરંતુ નવા વર્ષની શરૃઆત સાથે જ ખેડૂતોની આવક બમણી કરવાની  વાત તો દૂર રહી પણ  પોટાશ ખાતરની ગુણમાં અધધધ રૃ.660  નો વધારો કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૃ.40  કરોડનો વધારાનો બોજો પડશે.

આ ખાતરના એક વર્ષમાં ભાવ ડબલ થઇ ગયા છે.

આ ભાવને લઇને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ પટેલ ( દેલાડ ) જણાવે છે કે, દક્ષિણ ગુજરાતમાં ૧1 કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. આથી ખેડૂતોને શેરડીનો પાક લેવા માટે વધારાનો રૃ.40  કરોડનો બોજો વધશે.

આથી કેન્દ્ર સરકારમાં રજુઆત કરી યુરીયા અને ડીએપી ખાતરમાં સબસીડી આપવાની તેમજ પોટાશ ખાતરમાં પણ 5,000 કરોડની સબસીડી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય ખેડૂત આગેવાનો જણાવે છે કે, ગત વર્ષે એક ગુણ પોટાશનો ભાવ રૃ..850 હતો. અને હાલમાં 1700  થઇ જતા ભાવ બમણા થઇ ગયા છે. આથી ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો દૂર રહી પણ આર્થિક બોજો વધી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ડાંગરનો પાક સૌથી વધુ લેવાય છે. તો ડાંગરની સાથે જ શેરડીના પાક પણ ખેડૂતો મબલખ પ્રમાણમાં લે છે.

આ શેરડીના પાકની માવજત માટે પોટાશ ખાતરની વધુ જરૃર પડતી હોય છે.

જેમાં એક વિંઘે 1 ગુણ પોટાશ ખાતર નાખવું પડે છે. જોકે, નવા વર્ષની શરૃઆત સાથે જ પોટાશ ખાતર ઉત્પાદન કરતી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડે નવા વર્ષના ટકોરા સાથે જ પોટાશ ખાતરની એક ગુણનો ભાવ જે 1040 હતો, તેમાં રૃ.660 નો વધારો કરીને 1700 કરી દેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કેટલુ ભણેલા છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા??

Vivek Radadiya

કોણ છે લખબીર સિંહ લાંડા?

Vivek Radadiya

‘સંકલ્પ’ નામક બુકેલટમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા લોકોની કહાની

Vivek Radadiya