Abhayam News
AbhayamNews

મુંબઈ મેયરપદના ઉમેદવાર તરીકે રિતેશ દેશમુખ અને સોનું સુદના નામ ચર્ચામાં.

દેશના સૌથી મોટા મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ કોર્પોરેશનનની ચૂંટણી જીતવા માટે હાઈકમાન્ડને સૂચન કર્યું છે કે, મુંબઈના મેયર પદના ઉમેદવારની જાહેરાત પહેલાં જ કરી દેવી જોઈએ અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે, મેયર તરીકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર તેમજ ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ, મોડેલ મિલિન્દ સોમન અથવા તો કોરોના દરમિયાન લોકોને મદદ કરીને જાણીતા થયેલા અભિનેતા સોનુ સૂદના નામ પર વિચારણા કરવી જોઈએ.

જેની પાછળ એવું કારણ અપાયું છે કે, મેયર પદ માટે એવા ઉમેદવારની જાહેરાત થવી જોઈએ જેમના પર કોઈ રાજકીય દબાવ ના હોય અને તે યુવાઓમાં પણ લોકપ્રિય હોય.

જોકે આ ત્રણમાંથી કોઈ કોંગ્રેસનું સભ્ય નથી. શહેર કોંગ્રેસના સચિવ ગણેશ યાદવે પાર્ટીને સૂચન કરવા માટે 25 પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે અને તેને સત્તાવાર રીતે પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ રજુ કરવાનો બાકી છે.

આ દસ્તાવેજમાં કહેવાયું છે કે, હાલમાં શિવસેના મુંબઈ કોર્પોરેશનમાં સત્તા પર છે અને શિવસેનાને લઈને પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. કોંગ્રેસ જો એકલા હાથે ચૂંટણી લડવા માંગતી હોય તો તેણે તમામ બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવાની પણ જરૂર છે.

.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

માત્ર 100 રૂપિયામાં મળશે લક્ઝુરીયસ કાર

Vivek Radadiya

નરેશ પટેલનું આગામી મુખ્યમંત્રીને લઈને પાટીદાર સમાજની બેઠક પહેલા મોટું નિવેદન…

Abhayam

રાજકોટ જીલ્લાનાં ધોરાજી ઉપલેટા વચ્ચે થયો ભેડી ધડાકો સાથે રોશનીના ચમકારા,લોકો મા કુતુહલ સર્જાયુ…

Abhayam