Abhayam News
AbhayamNews

હાઇકોર્ટએ આપ્યો મહત્વ નો ચુકાદો..

  • કોઇ પણ યુવતી કે મહિલાને તેના બાળકનો પિતા કોણ છે તે જાહેર કરવાની ફરજ ન પાડી શકાય.
  • લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં તેને મોડર્ન કહેવાય અને ગામડાંની યુવતીને આઇપીસીની કલમો લગાવો છો?

ગુજરાત હાઇકોર્ટમાં એક અનોખો કિસ્સો નોંધાયો છે. દીકરીનાં લગ્ન પહેલાં ગર્ભવતી થતાં તેને ફરજિયાત કોનું બાળક છે? તે કહેવા દબાણ કરાયું હતું. લગ્નના એક જ માસમાં દીકરીએ બાળકને જન્મ આપતાં તેના પતિ સામે પોક્સો લગાવ્યો છે.

જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે તેના પતિને પોક્સોના કેસમાં આખરી નિકાલ ન આવે ત્યાં સુધી માત્ર 100 રૂપિયાના જામીન પર છોડી દેવા આદેશ કર્યો છે. જૂનાગઢમાં રહેતી કિશોરી અને તેના પ્રેમીનો કિસ્સો મહિલા અધિકાર અને કાયદાની આંટીઘૂંટી વચ્ચે અટવાયેલો છે.

18 વર્ષ થવાને એક દિવસની વાર હતી, ત્યારે અચાનક લૉકડાઉન જાહેર થતાં કિશોરી તેના પ્રેમી સાથે ભાગી જઇ, લગ્ન કર્યા વગર તેની સાથે રહેવા લાગી હતી. ડિસેમ્બર-2020ના રોજ તેણે પ્રેમી સાથે લગ્ન કરી લીધા અને તેના એક જ માસમાં તેણે દીકરાને જન્મ આપતાં તેના પતિ સામે દીકરીના પિતાએ પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે તેના પતિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે, આ સજાને સસ્પેન્ડ કરવા તેણે હાઇકોર્ટમાં અપીલ કરી છે.

કોઇપણ યુવતીને બાળકનો પિતા કોણ છે? તે કહેવા માટે દબાણ કરી શકાય નહીં- હાઇકોર્ટ- જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એવી ટકોર કરી હતી કે, કોઇપણ મહિલાને તેના બાળકનો પિતા કોણ છે? તે કહેવા દબાણ કરી શકાય નહીં.

લગ્ન પહેલાં બાળકનો જન્મ થવો તે પોક્સો મુજબ ગુનો ગણાય છે, પણ યુવતી પોતે જ કહે છે કે મારે મારા પતિ સાથે રહેવું છે એના બાળકનો પિતા કોણ છે? તે મારે કહેવું નથી. તો તેને ફરજીયાત ફરજ પાડી શકાય નહીં.

યુવતીનો જન્મ 24 માર્ચ 2002ના રોજ થયો હતો. કાયદેસર રીતે 25 માર્ચ 2020ના રોજ તે પરણી શકે, પણ એક દિવસ પહેલાં 24 માર્ચે લૉકડાઉન લાગ્યું. તેથી પુખ્ત થવામાં માત્ર 1 દિવસ બાકી હતો અને તે પ્રેમી સાથે ભાગી ગઇ.

એક દિવસમાં કાયદાને તેના પર થોપી દેવાય નહીં. યુવતીના પિતા બાળકનો પિતા કોણ છે? તે માટે દબાણ કરી રહ્યાં છે. પરંતુ, કોઇ મહિલા એવા કોઇ ઓબ્લિગેશનમાં નથી કે તેને બાળકના પિતા કોણ છે તે કહેવું પડે. લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં તેને મોડર્ન કહેવાય અને ગામડાંની યુવતીને આઇપીસીની કલમો લગાવો છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારતના ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે

Vivek Radadiya

Maja Ma Trailer::માધુરી દીક્ષિતનો ગુજરાતી અંદાજ જોરદાર છે Maja Maનું ટ્રેલર

Archita Kakadiya

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

Abhayam