Abhayam News
AbhayamNews

અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…

અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના દંડની રકમમાં પણ ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ લોકો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ કેટલીક વખત તો લોકોને નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીઓ જ નિયમનો ભંગ કરતા હોવાનું સામે આવે છે. એટલા માટે પોલીસને પણ નિયમોનું પાલન કરાવવા માટે અમદાવાદ શહેરના રસ્તાઓ પર પોલીસ નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓને દંડ ફટકારતી જોવા મળી રહી છે.

પોલીસકર્મીએ પોતાના વાહનમાં P લખ્યું હોય, પોલીસકર્મી ત્રણ સવારીમાં હોય, પોલીસકર્મીએ બાઈક ચલાવતા સમયે હેલ્મેટ ન પહેર્યું હોય અથવા તો તેની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તો પોલીસકર્મી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 77 જેટલા પોલીસકર્મીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની પાસેથી 57 હજાર રૂપિયાના દંડની વસૂલવામાં કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ 23 જુલાઈથી 29 જુલાઈ સુધી યોજવામાં આવી હતી.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃત આવે એટલા માટે અલગ-અલગ પ્રકારની ડ્રાઇવ શરૂ કરવામાં આવે છે પરંતુ હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરતાં પોલીસકર્મીઓને પાઠ ભણાવવા માટે પોલીસકર્મીઓ સામે એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક JCP દ્વારા નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે સાત દિવસ સુધી ડ્રાઈવ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ ડ્રાઈવ અંતર્ગત નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ડ્રાઈવ દરમિયાન પોલીસકર્મીઓને તો નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે પરંતુ જાહેરનામાનો ભંગ કરીને અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં ભારે વાહનો અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ડ્રાઈવ પરથી પુરવાર થઈ રહ્યું છે કે, પોલીસ હોય કે સામાન્ય જનતા નિયમો બધા માટે એક છે અને બધાએ નિયમોનું પાલન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મોદી સરકારનો મોટો નિર્ણય

Vivek Radadiya

ડુંગળીની નિકાસ બંધીથી ખેડૂતો-વેપારીઓમાં ચિંતા

Vivek Radadiya

જૂનાગઢમાંથી ઝડપાયો નકલી ધારાસભ્ય !

Vivek Radadiya