Abhayam News
AbhayamNews

કોંગેસ પાર્ટી આ દિગ્ગજ નેતાને ઉતારી શકે છે રાજકીય મેદાનમાં…

વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દિગ્ગજ નેતાને રાજકીય પટાંગણમા ઉતારી શકે છે. ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી તરીકે સચિન પાયલટને જવાબદારી મળી શકે છે. આ રાજકીય મુદ્દે આગામી અઠવાડિયામાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે.

નોંધનીય છે કે સચિન પાયલટ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે. રાજસ્થાન રાજ્યમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદ નો ટૂંક સમયમાં અંત આવી શકે છે. ચર્ચા થઈ રહી છે કે સચિન પાયલટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રી પદ મળશે.

આ યાદીમાં કોને કોને સામેલ કરવા તે અંગેનો નિર્ણય અશોક ગેહલોત અને સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે. મહત્વનું છે કે પોતાના જૂથના ધારાસભ્યો મંત્રી બન્યા બાદ સચિન પાયલટ ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે. રાજીવ સાતવ ના નિધન બાદ લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદ ખાલી પડ્યું છે.

રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસ પ્રભારી માટે સમીક્ષા કરી છે. નવા પ્રભારી તરીકે સચિન પાયલટ અને બીકે હરિપ્રસાદ નું નામ ચર્ચામાં છે. કોંગ્રેસની પ્રથમ પસંદગી બીકે હરિપ્રસાદ હોય શકે છે. કારણ કે બીકે હરિપ્રસાદ અગાઉ ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચુકેલ છે. જ્યારે બીજીબાજુ સચિન પાયલોટ રાજસ્થાનના અનુભવી નેતા છે. સાથે સાથે સચિન પાયલટને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસ નેતા રાજીવ સાતવ નિધન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ હાલમાં ખાલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?

Vivek Radadiya

હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી

Vivek Radadiya

સચિન તેંદુલકર અને અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે માલદીવ ફરવા નહીં જવાની અપીલ કરી

Vivek Radadiya