સુરત મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર્સ,મગોબ વિભાગીય વડા શ્રી ડી.એમ.જરીવાળા અને ખાતાધિકારી શ્રી એ.જી.ગાંધીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા મગોબ ખાતે 73મો પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્થાયી સમિતિના સભ્ય શ્રી ધમેશભાઈ ભાલાળા દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી

તેમજ તેમના દ્વારા ભારત દેશના પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીની લોક કલ્યાણ ઉપયોગી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ના રૂપિયા 12 પ્રીમિયમ અને પ્રધાનમંત્રી જીવનજયોત બીમા યોજના ના રૂપિયા 330 પ્રીમિયમનો લાભ દરેક કર્મચારીઓને લેવા માટે તેમજ આ યોજનાઓની વધુ માં વધુ માહિતી લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો

વધુમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચો કારોબારી સભ્યશ્રી મહેશભાઈ સેલિયા અને નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) સુરત યુનિટના પુણા ડેપ્યુટી ડિવીઝનલ શ્રી દિપકભાઈ ગોંડલિયા દ્વારા કોવિડ-19 મહામારી ઉપયોગી હેતુસર રક્તદાન કરવા પણ સૂચન કરેલ હતું.

જેથી આસી.ઈજનેરશ્રી કૃણાલ દેશમુખ,ઇ.ચા.સેક્શન ઓફીસરશ્રી નીતિન વશી, ક્લાર્કશ્રી કેતન વાઘાણી ડ્રારા અને અન્ય કર્મચારીઓએ સ્મીમેર ખાતે રક્તદાન કરેલ હતું .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
2 comments
Comments are closed.