નવા વેરિએન્ટ JN.1 ના ગુજરાતમાં 36 કેસ નોંધાયા કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1 સામે આવ્યો છે. ગુજરાતમાં નવા વેરિએન્ટનાં એક સાથે 36 કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાત બાદ નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ 24 કર્ણાટકમાં નોંધાવા પામ્યા હતા. જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નવા વેરિએન્ટનાં નોંધાયા છે.
કોવિડનાં કેસમાં વધારો થતા લોકોમાં ચિંતાનું મોજુ
દેશમાં તા. 26 ડિસેમ્બર સુધી કોરોનાનાં નવા વાયરસ JN.1 ના કુલ 109 કેસ નોંધાયા છે. ત્યારે કોવિડનાં કેસમાં અચાનક વધારો થતા લોકોમાં હવે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે 8 રાજ્યોમાં કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં 36 કેસ સામે આવ્યા છે.
નવા વેરિએન્ટ JN.1 ના ગુજરાતમાં 36 કેસ નોંધાયા
નવા વેરિએન્ટને લઈ સાવચેતી રાખવીઃ ર્ડા.સૌમ્યા સ્વામીનાથન (ભૂતપૂર્વ ડિરેક્ટર,ICMR)
ત્યારે તાજેતરમાં જ કેરળમાં નવા વેરિએન્ટનાં કારણે બે લોકોનાં મોત થયા હતા. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શકા જાહેર કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 529 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4093 પહોંચી છે. કોરોનાનાં નવા વેરિએન્ટ JN.1 ને લઈ ICMR નાં ભૂતપૂર્વ ડિરેક્ટર ર્ડા. સૌમ્યા સ્વામીનાથને નવા વેરિએન્ટને લઈને સાવચેતી રાખવા જણાવ્યું હતું.
ગત રોજ કોરોનાથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતું
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મંગળવારે વધુ બે કેસ પ્રકાશમાં આવ્યા
મંગળવારે વધુ બે નવા કેસ નોધાયા હતા. જેમાં 1 પુરૂષ અને 1 મહિલા દર્દી નોંધાયા છે. સરખેજ અને રાણીપમાં નવા કેસ સામે આવ્યા છે. જેમાં 1 વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપોરની સામે આવી છે. હાલ 34 લોકોને હોમઆઈસોલેશન કર્યા છે. જ્યારે 1 હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શહેરમાં કોરોનાનાં 35 એક્ટિવ કેસ છે. જેમાંથી 2 લોકોને રજા આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે