વિધાનસભા ચૂંટણીના 3 સૌથી ધનિક ઉમેદવાર Election News: રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 1862 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. અમે આ ચૂંટણીમાં ટોપ-3 અમીર ઉમેદવારો વિશે જણાવી રહ્યા છીએ.
રફીક મંડેલિયા – ચૂરુ જિલ્લાના ચૂરુ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયા આ ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તેમણે રૂ. 1,66,48,38,662 (166+ કરોડ)ની કુલ સંપત્તિ જાહેર કરી છે.
ભાજપના 176 ઉમેદવારો છે કરોડપતિ – રાજકીય પક્ષોના મતે ભાજપના 200 ઉમેદવારોમાંથી મહત્તમ 176 (88 ટકા) કરોડપતિ છે. RLPના 78માંથી 36 ઉમેદવારો, CPI(M)ના 18 ઉમેદવારોમાંથી 5 અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 17માંથી 1 ઉમેદવાર કરોડપતિ છે.
વિધાનસભા ચૂંટણીના 3 સૌથી ધનિક ઉમેદવાર
કોંગ્રેસના 167 ઉમેદવારો કરોડપતિ – કોંગ્રેસની વાત કરીએ તો તેના 199 ઉમેદવારોમાંથી 167 (84 ટકા) કરોડપતિ છે. આ પછી BSPના 185 ઉમેદવારોમાંથી 36 અને AAPના 86માંથી 29 (34 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.
પ્રેમ સિંહ બાજોર – 2023ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના પ્રેમ સિંહ બાજોર બીજા અમીર ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,23,23,31,111 (123+ કરોડ) છે. તે સીકર જિલ્લાના નીમ કા થાણા વિસ્તારમાંથી ચૂંટણી લડશે.
3 અંજના ઉદયલાલ – ચિત્તોડગઢ જિલ્લાની નિમ્બહેરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, અંજના ઉદયલાલ ત્રીજા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,22,94,84,569 (122+ કરોડ) છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…