થર્ટી ફર્સ્ટ ખેડામાંથી 1200 પેટી પકડાયો આગામી 31 ફર્સ્ટ ડિસેમ્બર પહેલા રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ છે, પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને દારૂની હેરાફેરીને પકડી રહી છે, તાજેતરમાં જ સાબરકાંઠા, સુરત, રાજકોટ અને મહેસાણામાંથી મોટી પ્રમાણમાં દારૂ પકડ્યો હતો, હવે આ કડીમાં ખેડાના ઠાસરામાં પણ એલસીબી પોલીસે એક્શન લેતા 1200 પેટી દારૂ પકડ્યો છે. જોકે, આ એક્શન બાદ ઠાસરા પીઆઇની બદલી પણ કરી દેવામાં આવી હતી, જ્યારે એલસીબીએ દરોડા કરીને દારુ પકડ્યો ત્યારે ઠાસરા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, ખેડાના ઠાસરામાં LCB પોલીસે બાતમીના આધારે મોટી રેડ કરી છે, આ દરોડામાં LCB પોલીસને 1200 પેટી દારૂ પકડવામાં સફળતા મળી છે, જ્યારે LCBએ ખેડાના ઠાસરામાં દરોડા પાડીને દારૂ પકડ્યો ત્યારે ઠાસરા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. તો વળી, એલસીબી પોતાનુ ઓપરેશન સફળ કરીને બહાર નીકળી ગઇ હતી.
થર્ટી ફર્સ્ટ ખેડામાંથી 1200 પેટી પકડાયો
ખેડાના ઠાસરાના 31 ફર્સ્ટ ડિસેમ્બર પહેલા મોટી માત્રામાં દારૂ પકડાયો છે. LCB પોલીસે ઠાસરાની કોતરોમાં ચાલી રહેલા દારૂના કટિંગ પર અચાનકા દરોડાની કાર્યવાહી કરી જેમાં 1200 પેટીથી વધુ માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ઠાસરા પોલીસે બેદરકારી દાખવી હતી. જોકે, બાદમાં જિલ્લા પોલીસ વડા દ્વારા PSI એન. એમ બારોટની બદલી કરી દેવામાં આવી હતી.
ઠાસરા PSI એન.એમ. બારોટ સહિતની પોલીસ ટીમ સૂતી રહી LCBએ આ મોટા જથ્થામાં દારૂ પકડ્યો હતો. હાલમાં ઠાસરા PSIની મિસિંગ સેલમાં બદલી કરાઇ છે, તો વળી, મિસિંગ સેલના PSI આર.કે. સોલંકીની ઠાસરા PSI તરીકે બદલી કરાઇ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા તાત્કાલીક અસરથી આ મોટી બદલી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે