Abhayam News
AbhayamGujaratPolitics

ભૂપત ભાયાણીના રાજીનામા પર ઈસુદાન ગઢવીનો પલટવાર

Yesudaan Gadhvi's counterattack on Bhupat Bhayani's resignation

ભૂપત ભાયાણીના રાજીનામા પર ઈસુદાન ગઢવીનો પલટવાર આપમાંથી આજે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઇ છે. ત્યારે ભૂપત ભાયાણીનું આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવવા અંગે ગુજરાત આપના ઇસુદાન ગઢવીએ આ ઘટનાને દુખદ ગણાવી છે.

Yesudaan Gadhvi's counterattack on Bhupat Bhayani's resignation

‘વિસાવદરની જનતા પાસે માંફી માંગુ છુ’

આપના ઇસુદાન ગઢવીએ અમારા સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યુ કે,’ આ ઘણી જ દુખદ ઘટના છે. આવી ઘટનાથી આપણે વિસાવદરની જનતા પર યૂંટણી થોપી બેસાડી છે. મને આ વાતનું દુખ છે કે, આમ આદમી પાર્ટીમાં પણ આવા લોકો છે. પ્રજાએ તેમને મેન્ડેટ આપ્યો છે. ભૂપત ભાયાણીની કોઇ મજબૂરી રહી હશે. આ પહેલાની ચૂંટણી બાદ પણ ભૂપતભાઇને દબાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ તે સરપંચ હતા અને તેમને તે પદ પરથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં અમારી સાથે જોડાયા. હું વિનંતી કરું છું અને વિસાવદરની જનતા પાસે માંફી પણ માંગુ છુ કે, કદાચ અમારાથી ઉમેદવાર પસંદ કરવામાં ભૂલ થઇ ગઇ છે બની શકે. પણ આજ જનતા આપને ચૂંટીને ફરીથી ભાજપને જાકારો આપશે તેવો મને પૂરોપૂરો વિશ્વાસ છે.’

Yesudaan Gadhvi's counterattack on Bhupat Bhayani's resignation

‘મેં જનતા સાથે કોઇ દ્રોહ નથી કર્યો’

ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને અનેક નિવેદનો કર્યા હતા. તેમણે આજે જણાવ્યુ હતુ કે, ‘આમ આદમી પાર્ટીમાં યોગ્ય પ્લેટફોર્મ મળતું ન હતું એટલે મેં રાજીનામું આપ્યુ છે. આ સાથે તેમણે ભાજપમાં જોડાવવાના પ્રશ્ન પર કહ્યુ કે, એવું બની શકે. આ સાથે એક તેમણે જણાવ્યુ કે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. ફરી ચૂંટણી થશે ત્યારે પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે નિર્ણય હશે તે માન્ય રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે માનવતા ભર્યું કામ કર્યું..

Abhayam

કબડ્ડી ઈતિહાસના ટોપ 10 રેઈડર્સ કોણ રહ્યા ?

Vivek Radadiya

મુખ્યમંત્રી એ જાહેર કર્યુ આટલા કરોડનું પેકેજ, જાણો કોને શું સહાય મળશે:-તાઉતે વાવાઝોડું

Abhayam