Abhayam News
AbhayamGujaratNews

દિવાળીમાં સોનાના ભાવ આસમાને જશે?

દિવાળીમાં સોનાના ભાવ આસમાને જશે? ઓક્ટોબર મહિનામાં સોનાની કિંમત 3300 રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે. માહિતી અનુસાર, 29 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 57,600 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો, જે 31 ઓક્ટોબરે વધીને 60,940 રૂપિયા થઈ ગયો છે. ઓક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂ. 3,340નો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં રોકાણકારોને પ્રતિ દસ ગ્રામ સોના પર 5.80 ટકા વળતર મળ્યું હતું. દિવાળી સુધીમાં સોનાની કિંમત 62,500 રૂપિયાની નજીક પહોંચી શકે છે.

દિવાળીમાં સોનાના ભાવ આસમાને જશે?

દિવાળીના તહેવારને હવે ઓછો સમય રહી ગયો છે અને તે વચ્ચે વિવિધ ધાતુઓની ખરીદી કરનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળશે. ધનતેરસ પર મોટાભાગે સોનુ ખરીદ કરનારાઓ રાહ જોઈને બેસતા હોય છે, તે વચ્ચે સોના અને ચાંદી બંનેની કિંમતમાં વધારો થયો છે. આ ભાવ વધારાને જોઈ એક્સપર્ટનું માનવું છે કે દિવાળી સુધીમાં ભાવમાં વધારો થઈ શકે છે.

સોનાની કિંમતમાં 3300 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં 1800 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 31 ઓક્ટોબરે ચાંદીની કિંમતમાં લગભગ 1100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નિષ્ણાતોના મતે રોકાણકારોએ ફેડ પોલિસી બેઠક પહેલા નફો બુક કર્યો છે. જોકે સોનાને લઈને રોકાણકારોમાં સકારાત્મક લાગણી છે. જેના કારણે આગામી દિવસોમાં સોનાના ભાવમાં સારો એવો વધારો જોવા મળી શકે છે.

ઓક્ટોબર મહિનામાં સોનાની કિંમત 3300 રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે. માહિતી અનુસાર, 29 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 57,600 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો, જે 31 ઓક્ટોબરે વધીને 60,940 રૂપિયા થઈ ગયો છે. ઓક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂ. 3,340નો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં રોકાણકારોને પ્રતિ દસ ગ્રામ સોના પર 5.80 ટકા વળતર મળ્યું હતું. દિવાળી સુધીમાં સોનાની કિંમત 62,500 રૂપિયાની નજીક પહોંચી શકે છે.

કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, રોકાણકારોએ ફેડ પોલિસી મીટિંગ પહેલા નફો બુક કર્યો છે. વિદેશમાં સોનાના ભાવમાં $250નો વધારો થયો છે. જેના કારણે રોકાણકારો પાસેથી નફો વસૂલ કરવામાં આવ્યો છે. જોકે, આગામી દિવસોમાં સોનાને લઈને સેન્ટિમેન્ટ્સ ખૂબ જ સકારાત્મક રહેશે. અજય કેડિયાએ કહ્યું કે ધનતેરસના દિવસે સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે અને કિંમત 62,500 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

ઓક્ટોબરના છેલ્લા ટ્રેડિંગ દિવસોમાં એમસીએક્સ પર સોનું અને ચાંદી નુકસાન સાથે બંધ થયા હતા. 31 ઓક્ટોબરે સોનાના ભાવમાં રૂ. 340નો ઘટાડો થતાં ભાવ રૂ. 60,940 પર બંધ થયો હતો. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 60,905 રૂપિયાના દિવસની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 1080 ઘટીને રૂ. 71,669 પર બંધ થયો હતો. જો કે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ 71,525 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

ઓક્ટોબર મહિનામાં ચાંદીની કિંમતમાં 1800 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 29 સપ્ટેમ્બરે ચાંદીની કિંમત 69,857 રૂપિયા હતી. 31 ઓક્ટોબરે આ કિંમત વધીને 71,669 રૂપિયા પ્રતિ કિલો પહોંચી મતલબ કે ઓક્ટોબર મહિનામાં રોકાણકારોને રૂ. 1,812નો વધારો મળ્યો, ઓક્ટોબરમાં 2.59 ટકા સારો પ્રોફીટ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

 ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર

Vivek Radadiya

AI હવે કોઈપણ હથિયાર કરતાં વધુ ખતરનાક બન્યું 

Vivek Radadiya

રાજ્ય સરકાર સતર્ક બની 

Vivek Radadiya