સતત ચાર હાર બાદ અચાનક કેમ જીત્યું પાકિસ્તાન? વર્લ્ડ કપમાં સતત ચાર હાર બાદ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો વિજય થયો છે. બાંગ્લાદેશ સામે તેની જીતના મુખ્ય બે કારણો રહ્યાં છે.
- વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પુન:રાગમન
- સતત ચાર હાર બાદ જીત્યું
- બાંગ્લાદેશ સામે બદલ્યા ચાર ખેલાડીઓ
સતત ચાર હાર બાદ અચાનક કેમ જીત્યું પાકિસ્તાન?
બાંગ્લાદેશ સામે જીતની સાથે જ પાકિસ્તાને વર્લ્ડ કપમાં એન્ટ્રી મારી લીધી છે. બાંગ્લાદેશ સામે તેની જીતના મુખ્ય બે કારણો રહ્યાં છે. આ મેચ માટે પાકિસ્તાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇમામ ઉલ હક, શદાબ ખાન અને મોહમ્મદ નવાઝને પડતા મૂકવામાં આવ્યા હતા. તેમના સ્થાને ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસામા મીરને લેવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સામે બાંગ્લાદેશનો નબળો દેખાવ
બાંગ્લાદેશ સામે જીતવાનું પાકિસ્તાનના જીતવાનું બીજું કારણ એ પણ છે તે તે બાંગ્લાદેશની તુલનામાં મજબૂત ટીમ છે. જોકે નાની ટીમો પણ ચમત્કાર કરી જતી હોય છે પરંતુ બાંગ્લાદેશ આ વખતે ચમત્કાર ન કરી શક્યું પરિણામે તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું.
વર્લ્ડ કપમાં પાકિસ્તાનની કેટલી જીત, કેટલી હાર
વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન 7 મેચ રમ્યું છે જેમાંથી 4માં તેનો પરાજય થયો છે જ્યારે 3માં તેનો વિજય થયો છે. હવે પાકિસ્તાનની માત્ર બે જ મેચ રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે. પાકિસ્તાનને સેમી ફાઈનલમાં ટકી રહેવું હોય તો બાકીની બે મેચ જીતવી જ પડશે.
પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને બેનો ફાયદો, 5મા ક્રમે આવ્યું
પાકિસ્તાને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 7 વિકેટથી જીત મેળવી હતી. ટૂર્નામેન્ટમાં સાત મેચમાં તેની આ ત્રીજી જીત છે. પાકિસ્તાને સતત ચાર હાર બાદ જીતનો સ્વાદ ચાખ્યો હતો. બાંગ્લાદેશને હરાવ્યા બાદ પાકિસ્તાનને વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં બે સ્થાનનો ફાયદો થયો છે. પાકિસ્તાનની ટીમ સાતમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનના ખાતામાં 6 પોઈન્ટ છે. આ સાથે જ અફઘાનિસ્તાન અને શ્રીલંકાને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. અફઘાનિસ્તાન છઠ્ઠા ક્રમે ફેંકાઈ ગયું હતું. અફઘાનિસ્તાનના પણ 6 પોઇન્ટ છે પરંતુ પાકિસ્તાનનો નેટ રનરેટ થોડો સારો છે. શ્રીલંકાની ટીમ સાતમા નંબરે સરકી ગઈ છે. હાલ તેના ચાર પોઇન્ટ છે. નેધરલેન્ડ ચાર પોઇન્ટ સાથે આઠમા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ નવમા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અનુક્રમે નવમા અને દસમા ક્રમે છે. બંનેના ખાતામાં બે પોઇન્ટ છે. બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સતત છઠ્ઠી મેચમાં હાર્યું છે.
સેમી ફાઈનલથી ભારત ફક્ત એક જીત દૂર
ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતના 12 પોઇન્ટ છે. ભારતે પોતાની તમામ 6 મેચમાં જીત મેળવી છે. ભારત વધુ એક જીત મેળવતાની સાથે જ સેમિ ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. ભારતની આગામી મેચ ગુરુવારે શ્રીલંકા સામે છે. જ્યારે સાઉથ આફ્રિકા 10 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના આઠ-આઠ પોઇન્ટ છે. નેટ રનરેટ વધુ સારા હોવાને કારણે ન્યુઝીલેન્ડ ત્રીજા અને ઓસ્ટ્રેલિયા ચોથા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.