Abhayam News
AbhayamGujaratNews

ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે?

ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે? રાજ્યમાં ઉત્તરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. રાજ્યમાં વાતાવરણ સૂકું બન્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાન તથા લઘુતમ તાપમાન યથાવત રહેશે. જોકે, ઉત્તરપૂર્વ- પૂર્વના પવનના કારણે પહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થય રહ્યો છે. એક દિવસમાં બેવડી ઋતુ લોકો અનુભવી રહ્યા છે. ચોમાસું અને શિયાળા વચ્ચેનો સમય છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે?

હવામાન વિભાગનું અનુમાન છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ બે દિવસ બાદ 1 ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જોકે, ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થતો હોય છે

અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું છે. જેની સામે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું છે. દિવસ અને રાતના તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

વડોદરાનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું છે. ભુજનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 6 ડિગ્રી ઉંચુ તાપમાન છે. ડીસાનું લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 5 ડિગ્રી ઉંચુ તાપમાન છે. દીવનું લઘુત્તમ તાપમાન 23.8 છે. જે સામાન્ય કરતા 7 ડિગ્રી ઉંચું છે. કંડલાનું લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી છે. જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઉંચું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુતમ તાપમાન 21.1 ડિગ્રી નોધાયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત:-આ સ્થળે પકડાઈ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી:- ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી…

Abhayam

Zerodha નિખિલ કામત નું મોટું નિવેદન

Vivek Radadiya

મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ ગ્રુપ અમાન્ય ઘોષિત

Vivek Radadiya