Abhayam News
AbhayamGujaratSports

વિરાટનો બર્થડે અને ભારતની મેચ

વિરાટનો બર્થડે અને ભારતની મેચ કિંગ કોહલીનો બર્થડે યાદગાર બનાવવા માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે ખાસ વ્યવસ્થા કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની તમામ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. આ મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં 70 હજાર દર્શકો હાજર રહે તેવી સંભાવના છે.

  • કોહલીનો બર્થડે યાદગાર બનાવવા માટેની તૈયારી
  • ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે ખાસ વ્યવસ્થા કરી
  • ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની તમામ ટિકીટોનું વેચાણ
  • વિરાટનો બર્થડે અને ભારતની મેચ

વર્લ્ડ કપ 2023માં ભારત પોતાની 8 મી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ 5 નવેમ્બરના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીનો 5 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. કિંગ કોહલીનો બર્થડે યાદગાર બનાવવા માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે ખાસ વ્યવસ્થા કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની તમામ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. આ મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં 70 હજાર દર્શકો હાજર રહે તેવી સંભાવના છે. બંગાલ ક્રિકેટ સંઘે તમામ દર્શકોને મફતમાં વિરાટ કોહલીના મહોરાં વિતરિત કરવાની તૈયારી કરી લીધી છે. 

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે કોહલીના માસ્ક વિતરિત કરવાની સાથે મેચ પહેલા કેક કટિંગ કરીને કોહલીને એક મોમેન્ટો આપીને સમ્માનિત કરવાનું પ્લાનિંગ કર્યું છે. CAB અઘ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ બાબતે ICC મંજૂરી આપે તેવી આશા છે. અમે કોહલીના જન્મદિવસને ખાસ બનાવવા માંગીએ છીએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વાઇબ્રન્ટ પહેલા જ આવશે કરોડોનું રોકાણ

Vivek Radadiya

SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, ફટાફટ કરી લો આ કામ નહીતર…

Abhayam

 1 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર

Vivek Radadiya

1 comment

Comments are closed.