સુરતની આ કંપની 22 જાન્યુ.એ 400 કર્મચારીઓને આપશે ડબલ પગાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં 400 કર્મીઓને આ હીરા કંપની એક દિવસનો પગાર આપશે, રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બી મહેશ ડાયમન્ડ કંપનીએ ખુશી વ્યક્ત કરી છે
Ayodhya Dham News: દેશભરમાં અયોધ્યા ધામમાં રામલલ્લાના બિરાજમાનને લઇને માહોલ જામ્યો છે. આગામી 22 જાન્યુઆરીએ રામલલ્લા પોતાની જન્મભૂમિમાં 500 વર્ષ બાદ ફરી એકવાર બિરાજમાન થવાના છે, ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ દિવસે ઉજવાશે. સમગ્ર દેશ આ દિવ્ય દિવસના સહભાગી થવામાં લાગ્યો છે.
ત્યારે સુરતમાંથી એક મોટી ખબર સામે આવી છે. સુરતની એક હીરા ઉદ્યોગ કંપનીએ અનોખી પહેલ કરી છે, સુરતની બી મહેશ ડાયમન્ડ કંપનીએ પોતાના કર્મચારીઓને 22 જાન્યુઆરીએ, એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે કામ કરનારા કર્મચારીઓને ડબલ વેતન આપવાની પહેલ કરી છે. જે કર્મચારી 22મી જાન્યુઆરીએ કામ કરશે તેને બે દિવસને પગાર મળશે. હાલમાં આ અનોખી પહેલી ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે.
સુરતની આ કંપની 22 જાન્યુ.એ 400 કર્મચારીઓને આપશે ડબલ પગાર
મળતી માહિતી પ્રમાણે, આગામી 22મી જાન્યુઆરીએ રામલલ્લા પોતાના નિજ ધામમાં બિરાજમાન થવાના છે. પીએમ મોદીના હસ્તે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થશે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારના વસ્તાદેવડી રૉડ પર આવેલી બી મહેશ ડાયમન્ડ કંપનીએ અનોખી પહેલ કરી છે. બી મહેશ ડાયમન્ડ કંપનીએ રામ મંદિરને લઈને અનોખી પહેલ કરી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં 400 કર્મીઓને આ હીરા કંપની એક દિવસનો પગાર આપશે,
રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બી મહેશ ડાયમન્ડ કંપનીએ ખુશી વ્યક્ત કરી છે. કતારગામમાં બી મહેશ ડાયમંડ કંપનીની અનોખી પહેલથી લોકો અને કર્મચારીઓ પણ ખુશ છે. 22મીએ જે કામ કરાશે તેનો પગાર બમણો ચૂકવાશે, રામ જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ થયેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ થનારી છે, પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતભરમાં ઉજવણીનો માહોલ બન્યો છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રૉડ પર આવેલી બી મહેશ ડાયમંડ કંપની પોતાના 400 કર્મચારીઓને 22 જાન્યુઆરી જે કામ થાય તેનું તેટલું જ બીજું ઉમેરીને એટલે કે ડબલ કરીને એક દિવસનું કામ આપશે.
રામ મંદિરમાં 15-22 જાન્યુઆરી 2024 સુધીનું શિડ્યૂલ (Ram Mandir inauguration 2024 full schedule)
15 જાન્યુઆરી 2024 – આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ -ધનુર્માસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
16 જાન્યુઆરી 2024 – આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.
17 જાન્યુઆરી 2024 – આ દિવસથી રામલલાની પ્રતિમાને શહેરના પ્રવાસ માટે બહાર કાઢવામાં આવશે.
18 જાન્યુઆરી 2024 – આ દિવસથી જીવનના અભિષેકની પ્રક્રિયા શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી 2024 – રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 – રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે. વાસ્તુ શાંતિ વિધિ થશે.
21 જાન્યુઆરી 2024 – આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરશે.
અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.
રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત (રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 2024 મુહૂર્ત)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે