Abhayam News
AbhayamGujaratPolitics

આ કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે

This law will free us from the mentality of slavery

આ કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે ગઇકાલે વિપક્ષના 97 સાંસદોની ગેરહાજરી વચ્ચે લોકસભામાં ક્રિમિનલ કાયદામાં ફેરફાર કરતા ત્રણ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે. તેમાં ઇન્ડિયન જસ્ટિસ કોડ બિલ (BNS), ઇન્ડિયન સિવિલ કોડ બિલ (BNSS) અને ઇન્ડિયન એવિડન્સ બિલ (BSB) નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ બિલ અનુક્રમે ઈન્ડિયન પીનલ કોડ (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલો લોકસભામાં રજૂ કર્યા હતા.

This law will free us from the mentality of slavery

કેન્દ્રીય ગૃહમમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ લો બિલ પર ચર્ચા કરી હતી અને આ દરમિયાન ભારતીય ન્યાય (દ્વિતિય) સંહિતા 2023, નાગરિક સુરક્ષા (દ્વિતિય) સંહિતા 2023 અને ભારતીય પુરાવા (દ્વિતિય) અધિનિયમ 2023ને વોઈસ વોટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું કે પહેલીવાર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં માનવીય સ્પર્શ જોવા મળશે. તેમણે કહ્યું કે વ્યક્તિની સ્વતંત્રતા અને તમામ સાથે સમાન વ્યવહારને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે. આપણે ત્યાં ન્યાયની જૂની વ્યાખ્યા છે. આ કાયદો ભારતીય ન્યાય કાયદાને પ્રતિબિંબિત કરે છે. સ્વતંત્રતા બાદ ક્રિમિનલ જસ્ટિસનાં કાયદાનું માનવીકરણ થશે.

આ કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે

સાથે જ ગૃહમંત્રીએ આ ત્રણેય બિલોની વિશેષતાઓ ગણાવી હતી. એમને કહ્યું કે “આ ત્રણ કાયદાઓએ ગુલામીની માનસિકતાને મુક્ત કરી છે. તેમાં ન્યાય, સમાનતા અને નિષ્પક્ષતાને સમાવવામાં આવ્યા છે. 150 વર્ષ જૂના બ્રિટિશ યુગના કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ બિલ પસાર થયા બાદ સમગ્ર દેશમાં એક જ પ્રકારની ન્યાય પ્રણાલી હશે. આગામી 100 વર્ષ સુધી જે ટેકનિકલ ફેરફારો થશે એ બધા આ બિલમાં કરવઆમાં આવ્યા છે.  

This law will free us from the mentality of slavery

મોબ લીંચિંગ માટે ફાંસી

મોબ લીંચિંગ માટે ફાંસી
તેમણે કહ્યું કે આતંકવાદની વ્યાખ્યા પહેલીવાર મોદી સરકારે કરી છે. જેનાથી (કાયદાની ) ખામીઓનો કોઈ ફાયદો ન ઊઠાવી શકે. રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવાનું કામ કર્યું છે. વ્યક્તિની જગ્યાએ દેશને રાખ્યું છે. દેશને નુક્સાન કરનારા લોકો બચી શકશે નહીં. મોબ લીંચિંગ ઘૃણિત અપરાધ છે અને અમે આ કાયદામાં મોબ લીંચિંગ અપરાધ માટે ફાંસીની સજાનું પ્રાવધાન કર્યું છે.  હું વિપક્ષને પૂછવા માંગુ છું કે તમે પણ વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે, તમે મોબ લિંચિંગ સામે કાયદો કેમ ન બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ માત્ર અમારો દુરુપયોગ કરવા માટે કર્યો હતો, પરંતુ જ્યારે તમે સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું ભૂલી ગયા હતા.

This law will free us from the mentality of slavery

આ ફેરફારો થશે

આ ફેરફારો થશે
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પહેલાં 484 કલમો હતી, હવે 531 થશે. 177 કલમોમાં ફેરફાર થયાં છએ. 9 નવી કલમો ઊમેરવામાં આવી છે અને 39 નવા સબસેક્શન ઉમેરવામાં આવ્યાં છે .44 નવા પ્રોવિઝન અને સ્પષ્ટીકરણ જોડવામાં આવ્યાં છે. 35 સેક્શનમાં ટાઈમ લાઈન જોડવામાં આવી છે અને 14 કલમોને હટાવી દેવામાં આવી છે .

હિટ એન્ડ રન કેસમાં ફરાર થવાના ગુનામાં 10 વર્ષ સુધીની સજાની પણ જો અકસ્માત સર્જનાર ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય તો તેની સજા ઓછી થઈ શકે છે. 
– મહિલા ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે અને બે દિવસમાં તેના ઘરે જવાબ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે
– પોલીસ સત્તાનો દુરુપયોગ રોકવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 
– પીડિત હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈને ઝીરો એફઆઈઆર નોંધાવી શકે છે અને 24 કલાકની અંદર તેને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવું ફરજિયાત 
– ‘રાજદ્રોહ (સરકાર વિરુદ્ધ ગુનો)’માંથી બદલીને ‘રાષ્ટ્રદ્રોહ (રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો)’ કરી દીધો છે
– લોકશાહીમાં દરેકને
રકારની ટીકા કરવાનો અધિકાર છે પરંતુ કોઈને પણ ભારત વિશે અપમાનજનક બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત :-પોલીસના માસ્ક વિનાના ફોટા BJPના પૂર્વ કોર્પોરેટરે કર્યા વાયરલ, કરી આ માગ..

Abhayam

અસલ જિંદગીના Baazigar! 

Vivek Radadiya

દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, મોદી સરકારે MSPમાં કર્યો આટલો વધારો..

Abhayam