ગુજરાતમાં 700 વર્ષ જૂના આ મંદિરમાં મીઠું ધરાવવાની છે માન્યતા બનાસકાંઠાના ડીસા પાસે કૂંપટ ગામે આવેલુ શીતળા માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે. દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં આજુબાજુ ના 50 થી વધુ ગામોના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શીતળામાતાજીના મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલાં કરવામાં ત્યારથી માઈભક્તો દૂર દૂરથી પોતાની માનતાઓ પુરી કરવા માતાજીના શરણે આવે છે.
700 વર્ષ પહેલા જૈન સમાજે મંદિરની સ્થાપના કરી
હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દૂ ધર્મના લોકોની દેવી-દેવતાઓમાં આગવી શ્રદ્ધા રહેલી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંપટ ગામે પૌરાણિક શીતળામાતાનુ મંદિર આવેલુ છે. 700 વર્ષ પહેલા જૈન સમાજે શીતળા માતાના મંદિરની સ્થાપના કરી હતી અને શીતળામાતાની પૂજા અર્ચના પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવતી હતી.
ગુજરાતમાં 700 વર્ષ જૂના આ મંદિરમાં મીઠું ધરાવવાની છે માન્યતા
શીતળામાતાની બાધાથી બાળકની આંખોની બીમારી દૂર
નાના બાળકને આંખોની બીમારી થાય તો શીતળામાતાજીના મંદિરે બાધા રાખવામાં આવે છે અને ભાવિકની માતાજી માટેની શ્રદ્ધા આંખની બીમારીને દૂર કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે જેના કારણે દર વર્ષે શીતળામાતાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના બાળકોની બાધા આંખડીઓ પૂર્ણ કરવા માટે આવે છે.
શીતળામાતાજીનુ હથિયાર સાવરણી
શીતળા માતાના મંદિરે સ્થાનિક લોકો દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે, બના
આસપાસનાં ગામનાં લોકો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે
શીતળામાતાજીના ખુબજ પ્રાચીન મંદિરે વર્ષોથી યોજાતા શીતળાસાતમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. શીતળાસાતમના મેળામાં ડીસા સહીત આસપાસના ગામના લગભગ ૫૦ હજારથી વધુ ભાવિકો શીતળામાતાના દર્શન કરી મેળાની પણ મજા માણે છે.
શીતળામાતાજીના પ્રાચીન મંદિરે વર્ષોથી યોજાય છે મેળો
શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખુબ જ પ્રચલિત છે. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળા સાતમના એક દિવસ અગાઉ રાંધણ છટ્ટના દિવસે ઘરે રસોઈ બનાવી શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કૂંપટના મેળામાં જઈ શીતળામાતાજીના દર્શન કરીને ઠંડા ભોજનનો પ્રસાદરુપે આનંદ માણતા હતા. વર્ષોથી ચાલી આવતો માતાજીના મંદિરનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે.સકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી વર્ષો જૂના કુંપટ ગામે માતાજીના મંદિરે હજારો દર્શનાર્થીઓ દર્શને આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. શીતળામાતાજીનુ હથિયાર સાવરણી છે, ભાવિકો માનતા પૂર્ણ થતા માતાજીને શ્રીફળ,મીઠુ,ગવારની ખરજ, ભાજી અને સાવરણી પણ ચડાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે