ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ એ એવી સ્કીમ છે જે સોનામાં રોકાણ કરે છે. આ એક ઓપન એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, જે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. તેમાં 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. લોકો તેમાં લાંબા ગાળામાં રોકાણ કરે છે તો રિટર્ન સારૂ મળે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળતું રિટર્ન સોના કરતાં વધારે હોય છે.
ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો
આજે લોકો ભૌતિક સોનાની સાથે ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. તેથી સોનામાં રોકાણ માટે ડિજિટલ ગોલ્ડ એક સારો વિકલ્પ છે. ભૌતિક સોનું ખરીદીએ ત્યારે આપણે તેને ઈન્વેસ્ટમેન્ટ ન ગણવું કારણ કે તેનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. તેથી તેના માટે મેકિંગ ચાર્જ વગેરે આપવાનો રહે છે અને તેમાં રિટર્ન ઓછું થાય છે. તેથી, જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું કે તેમાં રોકાણ કરવાનું વિચારો છો, તો તમે અહીં આપેલા વિકલ્પમાંથી પસંદગી કરી શકો છો.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ એ એવી સ્કીમ છે જે સોનામાં રોકાણ કરે છે. આ એક ઓપન એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, જે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. તેમાં 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. લોકો તેમાં લાંબા ગાળામાં રોકાણ કરે છે તો રિટર્ન સારૂ મળે છે. કેટલિક વખત સારા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળતું રિટર્ન સોનાની કિંમત કરતાં વધારે હોય છે.
ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ
ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) એ ફિઝિકલ ગોલ્ડનો ઓપ્શન છે. તેમાં ભૌતિક સ્વરૂપમાં સોનું મળતું નથી. ગોલ્ડ ઇટીએફ દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનાની ખરીદી કરો છો. તેનો ફાયદો એ છે કે તે શેરબજારમાં લિસ્ટેડ છે અને એક્સચેન્જમાં ટ્રેડ થાય છે. આ ગોલ્ડ ETF નું NSE અને BSE પર ખરીદ-વેચાણ કરવામાં આવે છે. તમે જ્યારે ગોલ્ડ ETF નું વેચાણ કરો છો ત્યારે તમને ભૌતિક સોનું નથી મળતું, પરંતુ તમારા ખાતામાં સોનાની કિંમત જેટલી રકમ જમાં થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ
સોવરિન ગોલ્ડ બોન્ડ એ સોનામાં રોકાણ કરવાનું ખૂબ જ સુરક્ષિત માધ્યમ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા તે જાહેર કરવામાં આવે છે. તમે બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા તેની ખરીદી શકો છો. તેનું પેમેન્ટ UPI દ્વારા ડિજિટલી પણ કરી શકો છો. વ્યક્તિ, HUFs, ટ્રસ્ટ અને ચેરિટેબલ સંસ્થાઓ આ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તેમાં મિનિમમ રોકાણ 1 ગ્રામ છે અને લોક ઇન પીરિયડ 8 વર્ષનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે