સિરપ વેચનાર ભાજપનો નેતા નીકળ્યો ખેડામાં 5 વ્યક્તિના શંકાસ્પદ મોત થતા મામલો ગરમાયો છે.કારણ કે એક સાથે 5-5 લોકોના મોત અરેરાટી વ્યાપી ગઈ છે.છેલ્લા 2 દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયા છે.. ત્યારે પોલીસે પણ સમગ્ર કાંડ મામલે 3 લોકોની અટકાયત કરીને છે.વળી જે સિરપ વેચનાર છે જે નારાયણ સોઢા તો ભાજપનો નેતા હોવાનું ખુલતા મામલો ગરમાયો છે.
મહેમદાવાદ, નડિયાદ, મહુધા, ઉમરેઠ, ભાલેજમાં સિરપનું ધૂમ વેચાણ
સમગ્ર કાંડ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આ કેસમાં હવે LCB, SOG અને નડિયાદ રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. જે પાંચ લોકોના મૃત્યુ થયા છે તે તમામના મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.. ત્યારે પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ જ સમગ્ર હકિકત સામે આવશે.3
તમને જણાવી દયે તે જે સિરપથી મોત થયા હોવાની ચર્ચા થઈ રહી છે તે સિરપનું વેચાણ મહેમદાવાદ, નડિયાદ, મહુધા, ઉમરેઠ, ભાલેજમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે. અત્યારના યુવાનો હવે આ નવા સિરપના નશા તરફ વળ્યા છે.. મળતી માહિતી મુજબ સિરપ સાથે યુવાનો સાદી સોડાને મિક્સ કરીને નશો કરી રહ્યાં છે.. વળી પાછુ આ પીણાને લોકોએ નવું નામ આપ્યું છે.. જેનું નામ છે ફેન્સીડી.
સિરપ વેચનાર ભાજપનો નેતા નીકળ્યો
ખેડા જિલ્લામાં 5 લોકોના સીરપના કારણે મોતનો મામલો
નશીલા સિરપથી 5 લોકોનાં મોત મામલે પોલીસસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. હાલ તો પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે.
એમાં પણ સિરપ વેચારના નારાયણ સોઢાની જેને પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે તે કોઈ બીજુ નહીં પણ ભાજપનો નેતા નીકળ્યો છે. જેથી મામલો વધુ ગરમાયો છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે