Abhayam News
AbhayamGujarat

‘ડુંગળીનો એક મણે મળતો ભાવ સીધો 800થી 300એ પહોંચી ગયો’

'The price of onion went from 800 to 300 per mane'

 ‘ડુંગળીનો એક મણે મળતો ભાવ સીધો 800થી 300એ પહોંચી ગયો’ ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હવે ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી અપાશે. આ તરફ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુવરજી બાવળીયાએ કહ્યું છે કે, ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે. તો વળી જામનગરમાં ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મુંજાયા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ છે તો રાજકોટના ઉપલેટાના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું હતું. 

'The price of onion went from 800 to 300 per mane'

મંત્રી કુવરજી બાવળીયાનુ નિવેદન
ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુવરજી બાવળીયાનુ નિવેદન સામે આવ્યું છે. મંત્રીએ કહ્યું કે, ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે. ભાજપના સંગઠન દ્વારા પણ કેન્દ્રના કૃષિમંત્રી સુધી વાત પહોંચાડી છે. આ સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ડુંગળીના નીકાસ પ્રતિબંધને લઈને વહેલી તકે નિર્ણય લેવાશે.

‘ડુંગળીનો એક મણે મળતો ભાવ સીધો 800થી 300એ પહોંચી ગયો’

જામનગરમાં  ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો 
ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જેને લઈ જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો આવ્યો છે. વાત જાણે એમ છે કે, ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મુંજાયા છે. એક મણે 800 રૂપિયા સુધી મળતો ભાવ હાલ 300 રૂપિયા મળી રહ્યો છે. સારા ભાવ મળે તે માટે ખેડૂતોએ સરકારને માંગ કરી છે. 

ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ
આ તરફ ભારે વિરોધ બાદ ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ છે. વેપારીઓ અને ખેડૂતો સંમત થયા બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી. જેથી માર્કેટયાર્ડમાં ડુંગળીની 25 હજાર ગુણીની આવક નોંધાઈ તો હરાજી દરમિયાન ડુંગળીના 300 થી 425 ના ભાવ બોલાયા હતા. મહત્વનું છે કે, ડુંગળીની નિકાસબંધી તેમજ વજન કપાતના પરિપત્ર બાદ ખેડૂતો અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. 

'The price of onion went from 800 to 300 per mane'

ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું
રાજકોટના ઉપલેટાના ખેડૂતોનો ડુંગળીના નીચા ભાવને લઈને રોષ વ્યક્ત કર્યો છે. જેને લઈ ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું હતું.ઉપલેટાના બાવલા ચોકમાં ખેડૂતોએ ડુંગળીનું મફત વિતરણ કર્યુ હતું. મહત્વનું છે કે, ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીના ભાવ ઘટ્યા હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી અપાશે. મહત્વનું છે કે, આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો કોણ છે IPL મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારન

Vivek Radadiya

વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર

Vivek Radadiya

વડોદરાના 13 વર્ષના ઝિઅસે નાની ઉંમરે ઉઠાવ્યો શિક્ષણનો સેવા યજ્ઞ

Vivek Radadiya