માર્ચ સુધી બદલાઈ જશે ટોલ ટેક્સ કલેક્શનની રીત આવનાર વર્ષ એટલે કે 2024ના માર્ચ મહિના સુધી હાઈવે પર મોટા ફેરફાર થવાના છે. હકીકતે સરકાર જીપીએસ-બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ પોતે તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હાઈવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માર્ચ સુધી GPS-Based Toll-Tax Collection System સહિત નવી ટેકનોલોજી રજુ કરશે.
માર્ચ સુધી બદલાઈ જશે ટોલ ટેક્સ કલેક્શનની રીત
ગડકરીએ કહ્યું, “સરકાર દેશમાં ટોલ પ્લાઝા સર્વિસને બદલવા માટે GPS-Based Toll-Tax Collection System સહિત ઘણી ટેક્નોલોજી લાવવા પર વિચાર કરી રહી છે. અમે આવતા વર્ષે માર્ચ સુધી દેશભરમાં નવી જીપીએસ-આધારિત ટોલ કલેક્શન શરૂ કરી દઈશું.”
ગડકરીએ કહ્યું કે, “માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાહનને રોક્યા વગર ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ ચલાવશે.
આઠ મિનિટ જોવી પડતી હતી રાહ
વર્ષ 2018-19 વખતે ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટની રાહ જોવી પડતી હતી. વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં ફાસ્ટેગ વ્યવસ્થા લાગુ થવાથી આ સમય ઘટીને ફક્ત 47 સેકન્ડ થઈ ચુક્યો છે. અમુક જગ્યાઓ પર ખાસકરીને શહેરોની પાસે વધારે વસ્તી વાળા વિસ્તારોમાં ટોલ પ્લાઝા પર વેટિંગ સમયમાં ખૂબ જ સુધાર થયો છે. છતાં વધારે ભીડના કારણે આ સમય વધી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે