Abhayam News
AbhayamGujarat

ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો

ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો

ગુજરાત ATSએ ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલી મહિલા અનેક વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે તેમજ મહિલા સાથે 4 શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો થયો છે. નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગેની પણ તપાસ શરૂ કરાઈ છે. 

ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો

 પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકા
અલગ અલગ UPI આઇડી પર પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકાના પગલે પણ તપાસ કરાઈ રહી છે. ATSએ તમામ શખ્સોના બેન્ક ટ્રાન્જેક્શનની તપાસ આદરી છે. ISKP આતંકી સંગઠનના બદલે અન્ય આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. બેંકના હિસાબની તપાસ બાદ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે.  

ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો

NIA અને સેન્ટ્રલ IBના ઈનપુટ
અત્રે જણાવીએ કે, NIA અને સેન્ટ્રલ IBએ ગુજરાત એટીએસને ઇનપુટ આપ્યા હતા.  ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝનાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટનાં પગલે ATSએ સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી હતી. અગાઉ પણ સુરતથી ISKP સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ કરાઈ હતી.

ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો

અગાઉ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, પોરબંદરથી પણ અગાઉ ISKPનાં 3 આતંકી ઝડપાયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવીન્સના સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાની આશંકાને પગલે તપાસ એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. પકડાયેલ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે. ISKP મોડ્યુલર સાથે જોડાયેલા લોકોની સઘન તપાસ શરૂ કરાઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત :: ઘણા વિસ્તારમાં SMC, NGO અને કોર્પોરેટરના સહકારથી આઈસોલેશન સેન્ટરો શરૂ થયા….

Abhayam

જાણો:-કોરોનાના કારણે 3 જુલાઇના રોજ લેવાનારી આ પરીક્ષા મોકૂફ..

Abhayam

ડુંગળીના ભાવમાં થયો ઘટાડો

Vivek Radadiya