ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુબંધીના નિયમો હળવા કરીને અહીં બેસીને પીવાની છૂટ આપી છે. પીવાની છૂટ મળ્યાં બાદ અહીંના લોકો પણ છાંટોપાણી કરવાના મૂડમાં છે. દારુની છૂટ મળ્યાં બાદ લોકો પણ ખુશ હોવાનું જણાવાઈ રહ્યું છે. હવે ગિફ્ટ સિટીમાં કામ કરતાં લોકો કામના કલાકો કે ડ્યુટી બાદ આરામથી અહીં બેસીને પી શકશે. એટલે કે એક રીતે કહી શકાય છે કે ગિફ્ટ સિટી ‘ભૂતિયા શહેર’માં ફેરવાયું છે એટલે કે ડ્યુટી પૂરી થયા બાદ લોકો લિકરની મોજ ઉઠાવતાં પણ જોવા મળ્યાં હતા.
કામના કલાકો કે ડ્યુટી બાદ લોકો છાંટોપાણી કરવાના મૂડમાં
દારુની છૂટ મળ્યાં બાદ લોકો અહીં પીવાના મૂડમાં છે. કામના કલાકો કે ડ્યૂટી બાદ ગિફ્ટ સિટીમા જાણે સોપો પડ્યો હોય તેવું લાગતું હતું. નવું નવું હોય એટલે લોકોમાં બહું રોમાંચ હોય આમેય ગુજરાતીઓ તો પીવા માટે છેક આબુ કે દીવ લાંબા થતાં હોય છે તે જગજાહેર છે અને હવે ઘરઆંગણે દારુ મળતો હોય તો કહેવું જ શું.
ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી
પ્રવાસી મરિના ભંડારીએ શું કહ્યું
ગિફ્ટ સિટીમાં રહેતી પ્રવાસી મરિના ભંડારીએ કહ્યું કે મને ખાતરી છે કે આ પગલાને તે લોકો દ્વારા આવકારવામાં આવશે જેઓ બિઝનેસ ટ્રિપ્સ પર રાજ્યના મુલાકાતીઓ છે. તેઓ દિવસભરની સખત મહેનત પછી આરામ કરી શકે છે અને સારો સમય પસાર કરી શકે છે. તેઓ નશેડી નથી પરંતુ તેઓ રિલેક્સ રહી શકશે. મરિના જેવા બીજા કેટલાક પ્રવાસીઓ પણ સરકારના આ નિર્ણય પર ખુશ છે.
ગિફ્ટ સિટીમાં ભીડભાડ થાય તો નવાઈ નહીં
દારુની છૂટ મળ્યાં બાદ લોકોમાં હર્ષનો માહોલ જોઈ શકાય છે. આગામી સમયમાં ગિફ્ટ સિટીમાં ભીડ થાય તો નવાઈ નહીં. આવું બની શકે છે. 1 મે1960ના દિવસે ગુજરાતની રચના થઈ, રચના વખતથી ગુજરાતમાં દારુબંધી લાગુ કરી દેવાઈ હતી આ વાતને 63 વર્ષ વહી ગયાં અને હવે ગુજરાતમાં એક મોટા ઠેકાણે દારુબંધી હટાવી લેવામાં આવી છે. 22 ડિસેમ્બરના રોજ ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપતો નિર્ણય જાહેર કર્યો છે.
દારુ છૂટથી શું થઈ જશે
આખા ગુજરાતમાં ફક્ત એક જ ઠેકાણે દારુની છૂટથી શું થઈ જશે તેવો એક મોટો સવાલ પણ ઊભો થયો છે. કહેવાઈ રહ્યું છે કે “GIFT સિટી એ ગ્લોબલ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે અને તેની સરખામણી સિંગાપોર સાથે થઈ રહી છે અને આવી સ્થિતિમાં ત્યાં વિદેશીઓનો જમાવડો હોય છે અને આવી સ્થિતિમાં દારુબંધી કરી રાખવી અયોગ્ય છે. ગિફ્ટ સિટીમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુસર દારુની છૂટ આપવામાં આવી છે.
ગિફ્ટ સિટી સિવાય ગુજરાતમાં બધે દારુબંધી
ગિફ્ટ સિવાય ગુજરાતમાં બીજે ક્યાંય પણ દારુની છૂટ નથી. રાજ્યમાં બધે દારૂબંધીનો કાયદો પહેલાંની જેમ જ અમલમાં રહેશે. આ નિર્ણય માત્ર એક ચોક્કસ વિસ્તાર પૂરતો જ લેવામાં આવ્યો છે.
સરકારને શું લાભ મળશે
દારૂ GST વ્યાપથી બહાર હોવાથી તેની પર વેટ અને આબકારી જકાત લાગશે જેને કારણે સરકારની તિજોરીમાં નવી આવક જમા થશે. આ ઉપરાંત દારુ ‘પાપ માલ’ની શ્રેણીમાં આવે છે, તેના પર ભારે ટેક્સ લાગશે. GIFT સિટીમાં દારૂ પીરસતી રેસ્ટોરાં અને હોટેલોમાં ફૂડના વેપારને કારણે પણ GST વિભાગ દ્વારા આવક ઉભી થશે. જો કે, એવો પણ મત છે કે ગિફ્ટ સિટીમાં દારુની છૂટને કારણે તેના નકારાત્મક પરિણામો પણ આવશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સલામતી કે જે દેશમાં શ્રેષ્ઠ છે તે પ્રભાવિત થઈ શકે છે. જેથી માર્ગ અકસ્માતના કિસ્સાઓ બની શકે છે.
નાર્કોટિક્સ એન્ડ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું કે “GIFT સિટી એ ગ્લોબલ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે અને તે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.