Abhayam News
AbhayamGujarat

નકલી ટોલ બૂથના પર્દાફાશના એક મહિના બાદ કાર્યવાહી

The action comes a month after the fake toll booths were exposed

નકલી ટોલ બૂથના પર્દાફાશના એક મહિના બાદ કાર્યવાહી મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતા નકલી બૂથમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે મુખ્ય આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દુર

મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતા બોગસ ટોલ બૂથનું કૌભાંડ પ્રકાશમાં આવ્યાના 25 દિવસ બાદ આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનય છે કે, વાંકાનેરના આ રૂટ પણ છેલ્લા દોઢ વર્ષથી એક નકલી ટોલબૂથ ચાલતુ હતું અને આ નકલી ટોલબૂથ ચલાવીને વાહન ચાલકો પાસેથી રકમ ઉઘરાવાતી હતી. આ ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયા બાદ આખરે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

The action comes a month after the fake toll booths were exposed

નકલી ટોલ બૂથના પર્દાફાશના એક મહિના બાદ કાર્યવાહી

શું છે સમગ્ર મામલો

મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી હતી. અહીં  નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં  ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતા આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયો, જ્યારે   આ મુદ્દે એક વીડિયો વાયરલ થયો.  આપને જણાવી દઇએ કે, છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા   આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખ્સ આ  ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. . દોઢ વર્ષથી ચાલતા આ ફર્જીવાડાને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ નકલી ટોલનાકા માટે કોને તેને પરવાનો આપ્યો. અનેક સવાલ આ મુદ્દે થવા સ્વાભાવિક છે.                                                

The action comes a month after the fake toll booths were exposed

ઉલ્લેખનિય છે કે, બામણબોર થી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ ટોલનાકાને લઇને અનેક ચોકાનારી હકીકતો સામે આવી છે. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અનેક મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવાળાને અરજીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અસલી ટોલનાકા કરતા અહી નકલી ટોલનાકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સાણંદમાં ટાટા અને માઈક્રોન કરશે મૂડીરોકાણ

Vivek Radadiya

વાયબ્રન્ટ સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિ લેશે ભાગ

Vivek Radadiya

સૌરાષ્ટ્ર ની મુલાકાતે ગયેલા ” આપ ના નેતા ” ફરી એક વખત થયો હુમલો.

Abhayam