Abhayam News
AbhayamGujaratSurat

સુરતીઓ નવું લાવ્યા! સાયકલ.. સાયકલ મારી સોનાની સાયકલ.. ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને કર્યા અનોખા ગરબા

સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન સાયકલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સાયકલ ગરબા કર્યા હતા.

નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રીની પહેલી રાત એટલે કે રવિવારથી નવરાત્રી ગરબા  કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે. દેશભરમાં અનેક જગ્યાએ ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતીઓ  મોટા પાયે ગરબા ઉત્સવ ઉજવે છે.

ખેલૈયાઓનું અદ્ભુત બેલેન્સ

સુરત જિલ્લા ક્રિક્રેટ એસોસિયેશન દ્વારા સાયકલ ગરબા નું આયૉજ્ણ કરવામાં આવ્યું હતું. સૌથી અનોખા ગરબાનો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સાયકલ ગરબાનો  એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથમાં દાંડિયા કરી રહ્યાં છે.

આ સાયકલ ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેણે પણ આ વિડીયો જોયો તે દંગ રહી ગયા. કારણ કે સાયકલ ગરબા કરતા લોકોનું બેલેન્સ અદ્ભુત હતું અને તેઓ એવી શાનદાર સ્ટાઈલમાં ગરબા કરતા જોવા મળ્યા હતા કે દરેક લોકો તેમના બેલેન્સના વખાણ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

૪ વર્ષથી બંધ પડેલા ટાયર વગર ના સ્કૂટર નો મેમો મોકલ્યો વડોદરા ટ્રાફિક પોલીસે જાણો શું છે પૂરી ઘટના …

Abhayam

ગાંધીનગરના યુવાને વગાડ્યો ડંકો

Vivek Radadiya

રાજકોટની અમૂલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સામે ફરિયાદ

Vivek Radadiya