રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા સુરત: આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમી અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતના કાપડ વેપારીને શ્રીરામના ફોટો સહિત રામ નામની ટોપીનો મોટો ઓર્ડર પ્રાપ્ત થયો છે. જેની સાથે શ્રીરામ નામની ધજા પણ તૈયાર કરવામાં આવી રહી છે. સુરતના લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાઉગીને મળેલા ઓર્ડરના પગલે આ ટોપી અને ધજા ખાસ મકાઈના યાર્ન અને પોલીએસ્ટર યાર્નમાંથી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં બે લાખ ટોપી સહિત બે લાખ ધજા બનાવવા કારીગરો દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે.
અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંતો-મહંતોના વરદ હસ્તે મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. જેને લઈ દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ વચ્ચે સુરતનું કાપડ ઉદ્યોગમાં રામ નામની લહેર જોવા મળી રહી છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા
સૌ કોઈ લોકો રામ નામમાં રંગાઈ ગયા છે ત્યારે સુરતના કાપડ ઉદ્યોગના વેપારીને બે લાખ શ્રી રામ નામ, તેમનો ફોટો અને ભવ્ય રામમંદિરવાળી કેસરી ટોપી સહિત બે લાખ શ્રી રામની ધજાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર અન્ય કોઈ નહિ પરંતુ સુરતના લક્ષ્મીપતિ ગ્રુપના ઉદ્યોગપતિ સંજય સરાઉગીને મળ્યો છે. જે ટોપી અને ધજા પણ ખાસ ફાઈબરમાંથી તૈયાર કરવામાં આવી રહી છે.
આ અંગે લક્ષ્મીપતિ ગ્રુપના વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના અભિયાન થકી સુરતના કાપડ ઉદ્યોગને એક નવી દિશા તરફ કામ કરવાની ઉજળી તક મળી હતી. પીએમ મોદીએ જે ટોપી પહેરી હતી તે ટોપીનો ત્યારથી ભાજપ દ્વારા ઓર્ડર આપવામાં આવે છે.જે ટોપી સુરતના આંગણે તૈયાર કરવામાં આવે છે તે ટોપી રાષ્ટ્રીય સ્તરે પોહચાડવામાં આવવા છે. જેમાં દરેક ચૂંટણીમાં સુરતમાં બનતી કેસરી ટોપીનો ઉપયોગ થાય છે.
આ વખતે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમી ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોટો ઓર્ડર મળ્યો છે. જેમાં શ્રીરામ નામ,શ્રીરામની છબી સહિત ભવ્ય રામ મંદિરના ફોટા સાથેની બે લાખ ટોપી અને શ્રીરામ નામની બે લાખ ધજા તૈયાર કરવામાં આવી રહી છે. જે ટોપી અને ધજા પણ ખાસ યાર્નમાંથી બનાવવામાં આવી રહી છે. મકાઈ અને પોલીએસ્ટર યાર્નમાંથી બનાવવામાં આવી રહેલી આ ટોપી 11.5 ઇંચ લાંબી અને 3.5 ઇંચ પોહળી છે. જેમાં ભગવાન શ્રી રામની છબીનો સમાવેશ કરાયો છે. જ્યારે ભવ્ય રામ મંદિર અને શ્રીરામ નામ પણ લખવામાં આવ્યું છે. જે ટોપી અને ધજાનો ઓર્ડર ઝડપથી પૂર્ણ કરી 22 જાન્યુઆરી પહેલાં દેશભરમાં મોકલવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ માટે ફેકટરીમાં દિવસ-રાત કારીગરો કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે