ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે રાજ્ય સરકાર સક્રિય Rushikesh Patel statement: વિશ્વ વિખ્યાત ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક ભારતમાં કારના ઉત્પાદનને લઇ અનેક બેઠકો કરી ચૂક્યા છે. તેવામાં ટેસ્લાનું પ્રોડક્શન યુનિટ ગુજરાતમાં સ્થપાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે. જો કે આ અંગે ટૂંક સમયમાં આધિકારિત જાહેરાત કરવામાં આવશે.
ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે રાજ્ય સરકાર સક્રિય
‘ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે’
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે.એલન મસ્કનું પહેલું ડિસ્ટેનેશન છે, ગુજરાત એમના મનમાં બેસેલું છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે જગ્યા શોધવાની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત પ્રાથમિકતામાં આવે છે
નવા વેરિયન્ટને લઇને પણ મહત્વનું નિવેદન
મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે…તેમણે આ અંગે જણાવ્યું કે 4 હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે…એટલું જ નહીં નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે.વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ હાલ આઇસોલેશનમાં છે…..દેશમાં JN.1ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે તેવામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોઝેટિવ રેટલ ખૂબ જ નીચો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે