ધો. 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો રાજ્ય (Gujarat) માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજાવા જઇ રહેલી ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે તારીખ લંબાવી દેવાઇ છે. 2024માં યોજાવા જઇ રહેલી ધોરણ 10ની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધો. 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દત સોમવારે પૂર્ણ થઇ ગયા બાદ હવે બોર્ડ દ્વારા મુદ્દત લંબાવાઇ છે. એટલે કે તારીખ 12 ડિસેમ્બરથી લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારાશે.
3 તબક્કામાં લેઇટ ફી સાથે થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
તદુપરાંત માહિતીમાં પણ સુધારો કરી શકાશે. જેમાં પ્રથમ તબક્કામાં 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રૂ. 250 લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ત્યાર બાદ 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રૂ. 300 લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જ્યારે ત્રીજા તબક્કામાં 2 જાન્યુઆરીના રોજ રૂ. 350ની લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે.
પ્રથમ તબક્કો – તારીખ: 12/12/2023 થી 21/12/2023 સુધી લેઇટ ફી રૂ. 250/-
દ્રિતીય તબક્કો – તારીખ: 22/12/2023 થી 01/01/2024 સુધી લેઇટ ફી રૂ. 300/-
તૃતીય તબક્કો – તારીખ: 02/01/2024 થી 02/01/2024 સુધી લેઇટ ફી રૂ. 350/-
વધુમાં જણાવી દઇએ કે, અંતિમ તારીખ 2 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીની માહિતીમાં કોઇપણ સમયે શાળા કક્ષાએથી સુધારા કરી શકાશે. જે માટે અલગથી કોઇ જ ફી લાગશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે