સુરતના મેયરનો બંગલો 5 કરોડ રૂપિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ મેયરના બંગલામાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા.
મેયરના બંગલા બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતા વર્ષોથી છે, તેમને પૂછવા વાળું કોઈ નથી. તેઓ પોતે એવું માને છે અમને કહેવા વાળુ કોઈ નથી. સુરતમાં જનતાએ આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષ તરીકેની જવાબદારી સોંપી છે. આ જવાબદારી આમ આદમી પાર્ટીએ પહેલા દિવસથી લઈને આજના દિવસ સુધી ઈમાનદારીથી નિભાવી છે. સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની કરોડો રૂપિયાની જમીન ચૂંટણી ફંડ લઈને મફતના ભાવે 90 વર્ષના ભાડાપટ્ટે સત્તાની બહાર જઈને મફતના ભાવે લખી આપી છે. 90 વર્ષ આપણામાંથી કોઇ જીવશે કે, નહીં તેની ગેરંટી નથી. પણ સુરત મહાનગરપાલિકાએ 90 વર્ષ માટે આ જમીન મફતમાં આપી દીધી. આ બાબતે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. આજે પણ વિરોધ શરુ છે અને હાઇકોર્ટની પ્રોસેસ પણ તેમાં શરૂ છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, મેયરની નાની ઓફિસ બનાવી હોત તો આપણે ખુશ હોત કે, મેયરની ઓફિસ બની છે. મેયરને ગાડી આપવામાં આવે તો પણ કોઇ વાંધો નથી. અને આવડા મોટા ખર્ચાઓ અને એની પાછળની પણ એક સાયકોલોજી છે આજે ભાજપનો નાનામાં નાનો કાર્યકર્તા પણ પોતાને નરેન્દ્ર મોદી માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 80 હજાર કરોડનું વિમાન લે. 2300 કરોડ રૂપિયાનું પોતાનું મકાન બનાવે. વિજય રૂપાણી 8000 કરોડનું પોતાનો વિમાન લે. એટલે તેમની નીચેના અધિકારીઓ અને પદાધિકારીઓ માને છે કે આપણે પણ આવો રાજા પાઠ કરવાનો છે. એટલે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાના ભ્રમમાં પ્રજાના પૈસે આવડા મોટા ખર્ચા કરે છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય ભાજપ અને કોંગ્રેસ મળીને જનતાના પૈસા મોંઘા મોંઘા આઈફોન વાપરતા હતા અને જનતાના પૈસા મજા કરતા હતા. આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે આવી તેના પહેલા દિવસેના પાડી દીધી કે મારે કોઈ આઈફોન જોતો નથી. અમારી પાસે જે ફોન છે તે જ ફોન રહેશે. હું એવું માનું છું કે સરકારી કામ કરતી વખતે કેટલીક સુવિધાની જરૂર પડે છે એ વાત વ્યાજબી છે. ઓફિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ વાહનો જોઈએ. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની ઇલેક્ટ્રોનિક મશીનરી પણ જોઈએ. પરંતુ આ જરૂરિયાતની સામે તમે એટલા મોટા લેવલ પર સુધી શું કામ ચાલ્યા જાવ છો કે જરૂરિયાત કરતા તમે ચાર ગણો વધારે ખર્ચો કરો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..