Abhayam News
AbhayamNews

જુઓ સુરતમાં આપનું અલ્ટીમેટ:-ખાડીની સફાઇ માટે સાધનો નહી આપો તો કચરો…..

ભાજપ શાસકો કહે છે, ખાડી કિનારે 2000 મકાનો હોવાથી ડ્રેજીંગની સમસ્યા છેઃ વિપક્ષે કહ્યું, બીજી જગ્યાએથી કરો

ખાડીની સફાઇ શરૃ કરનાર આપની ચીમકી..

વિપક્ષ આપના કોર્પોરેટરો આજે મેયરની ઓફિસમાં ખાડી સફાઇની કામગીરી માટે અલ્ટીમેટમ આપવા આવ્યા હતા. પણ ડેપ્યુટી મેયરને રજૂઆત કરતા રહ્યા હતા. ડેપ્યુટી મેયરે જ તેમને વધુ જવાબ આપ્યા હતા. વરાછામાંથી પસાર થતી ખાડી સફાઈના મુદ્દે ગઈકાલે વિપક્ષે ખાડીમાં ઉતરીને સફાઈની કામગીરી શરૃ કરી હતી. જોકે, પાલિકાના કર્મચારીઓ ખાડીમાં દવા છંટકાવની કામગીરી કરતાં હતા તે જ બોટમાં સફાઈની કામગીરી કરવા નિકળતા વિવાદ ઉભો થયો છે.

સુરતના વરાછાની ખાડીમાં કચરાની સફાઈ કરતાં વિપક્ષે શાસકો પાસે સાધનોની માગ કરી હતી જો માગ પુરી ન થાય તો પદાધિકારી- કમિશ્નરના ઘર સામે કચરો ઠાલવવાની સીધી ચીમકી પણ આપી દીધી હતી. આ ઉપરાંત વિવિધ મુદ્દે વિપક્ષી કોર્પોરેટરોએ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

આજે મેયરની કચેરીમાં ખાડી સફાઇ ક્યારે થશે ? તેનો જવાબ મંગાતા મેયરે ખાડી ડ્રેજીગ માટે લાંબા ગાળાનું આયોજન છે અને હાલમાં કોરોનાના કારણે સફાઈની કામગીરી મોડી શરૃ થઈ છે અને વધુ સ્ટાફ સાથે કામગીરી થશે તેમ જણાવ્યું હતું. જેથી વિપક્ષી કોર્પોરેટરોએ અમે સફાઇ કરી રહ્યા છીએ અમને સાધનો અને માણસો આપો તે કહી એક તબક્કે સાધનો-માણસો નહી અપાય તો ખાડીમાથી નિકળેલો કચરો મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિ.કમિશ્નરના ઘર સામે ઢગલો કરી દઇશું તેમ કહી દીધું હતું.

શાસકોએ કહ્યુ હતુ કે ખાડી કિનારે બે હજાર જેટલા મકાનો છે તેની સમસ્યા છે તેના કારણે ડ્રેજીંગની કામગીરી તથા સફાઈની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે તો વિપક્ષે કહ્યું તેને છોડીને બીજી જગ્યાએથી સફાઈ કરો. આ ઉપરાંત અન્ય  કેટલીક કામગીરી મુદ્દે વિપક્ષે શાસકો પાસે હિસાબ માગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઈસુદાન ગઢવી CM કેજરીવાલની હાજરીમાં AAPમા જોડાયા..

Abhayam

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા!

Vivek Radadiya

ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલનો આજે થશે પ્રારંભ

Vivek Radadiya