Abhayam News
AbhayamNews

31 જાન્યુઆરી સુધી પાંચ રાજ્યોમાં રેલી અને રોડ શો પર પ્રતિબંધ…

ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તમામ પ્રકારની રાજકીય રેલીઓ અને રોડ શો પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.\

8 જાન્યુઆરીએ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી રેલી પર પ્રતિબંધ મૂક્યો હતો જેની મુદત આજે પુરી થઈ જતા પંચે તેને હવે 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધો છે.

ચૂંટણી પંચના આ નિર્ણય બાદ હવે પાંચ રાજ્યોમાં કોઈ રાજકીય પક્ષ રેલી કે રોડ શો નહીં કરી શકે. શનિવારે ચૂંટણી પંચની એક મોટી બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી અને હાલના તબક્કે કોઈ રેલીને પરમિશન ન આપવાનું જરુરી લાગતા પંચે આ પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવી દીધો છે. 

ચૂંટણી પંચે ડોર ટૂ ડોર પ્રચાર માટે ફક્ત 10 લોકોને મંજૂરી આપી છે. પહેલા ડોર ટૂ ડોર પ્રચાર માટે ફક્ત 5 લોકોને મંજૂરી અપાઈ હતી જે હવે વધારીને 10 કરાઈ છે.

27 જાન્યુઆરીએ પહેલા તબક્કાની ચૂંટણી લડનાર ઉમેદવારોને અંતિમ રુપ આપવામાં આવશે.

તેથી ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારોને જનસભા કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે ઉમેદવાર વધારેમાં વધારે 500 લોકો અથવા તો જગ્યાના 50 ટકા ક્ષમતાની સાથે જાહેર બેઠક કરી શકે છે.

આ આયોજન એસડીએમએ દ્વારા નિર્ધારીત સીમાના હિસાબે 28 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. 

જોકે ચૂંટણી પંચે પહેલા તબક્કાની બેઠકો પર 28 જાન્યુઆરી બાદ રેલીઓની છૂટ આપી છે જ્યારે બીજા તબક્કામાં જે વિધાનસભા બેઠકો પર ચૂંટણી થવાની ત્યાં 1 ફેબ્રુઆરીથી રેલીઓ કરવાની મંજૂરી આપી છે. કોરોના નિયમ પાલનની સાથે જાહેર સ્થળોએ વીડિયો વાનને પણ મંજૂરી આપવામાં આવી છે. 

ર ઘેર પ્રચાર માટે લોકોની સંખ્યા 5 થી વધારીને 10 કરી
પહેલા તબક્કામાં 28 જાન્યુઆરી પછી રાજકીય પક્ષો કે ઉમેદવારો 500 લોકો સાથે રેલી કરી શકે…


ઈનડોર મીટિંગ માટે લોકોની લિમિટ 300 અથવા ગાઈડલાઈન પ્રમાણે હોલની ક્ષમતા 50 ટકા નક્કી કરાઈ..


જાહેર જગ્યાએ વીડિયો વાન દ્વારા પ્રચાર કરી શકાશે. ખુલ્લા સ્થળે વાનને જોનાર 500 અથવા વધારે અથવા તો ગાઈડલાઈન પ્રમાણે જગ્યાની ક્ષમતાના 50 ટકાથી વધારે નહીં હોય…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી: મોરારીબાપુ

Vivek Radadiya

રાજકોટ:-મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, 14ની ધરપકડ…

Abhayam

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માનો જવાબ

Archita Kakadiya