વાઇબ્રન્ટ સમિટમાં PM મોદીનું સંબોધન ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024માં પ્રધાનમંત્રી મોદી દ્વારા સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં PM મોદીએ 2024ના વર્ષની શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે નજીકના ભૂતકાળમાં ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે. હવે ભારત આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે. આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સપના, સંકલ્પ અને નિત્ય સિદ્ધીઓનો કાર્યકાળ છે.
વાઇબ્રન્ટ સમિટમાં PM મોદીનું સંબોધન
ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છેઃ વડાપ્રધાન
તેમણે જણાવ્યું કે અમૃતકાળમાં પહેલી વાઇબ્રન્ટ સમિટ છે. પ્રધાનમંત્રીએ આવેલા મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું કે, UAEના રાષ્ટ્રપતિનું આયોજનમાં આવવું ખૂબ ખુશીની વાત છે. ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છે. સાથે જ તેમણે આફ્રિકન યુનિયનને સ્થાયી સદસ્યતા, ભારત-આફ્રિકા વચ્ચેની મિત્રતાની વાત કરી હતી. તો ભારત વિશ્વમાં મિત્રની ભૂમિકામાં આગળ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. PMએ કહ્યું કે સ્ટાર્ટઅપ, બ્લ્યુ ઈકોનો સાથે દરેક ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે નવા અવસર ઉભા થઈ રહ્યા છે. ભારતમાં 1.15 લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે.
ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી શક્તિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મારી ગેરંટી છે કે આગામી થોડા વર્ષોમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી શક્તિ છે. અમારા સ્થાને અતિથિ દેવો ભવ છે. તેની શરૂઆતથી છેલ્લા 20 વર્ષોમાં, વાઈબ્રન્ટ ગુજરાત સમિટે નવા વિચારોને એક પ્લેટફોર્મ આપ્યું છે અને રોકાણ અને વળતર માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. 2024ની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. 21મી સદીનું ભવિષ્ય આપણા પ્રયત્નો અને પ્રતિબદ્ધતા દ્વારા જ જીવંત થશે. તેના G20 પ્રમુખપદ દરમિયાન, ભારતે વૈશ્વિક ભવિષ્ય માટે રોડમેપ આપ્યો હતો. આજે આપણે એ વિઝનને આગળ લઈ જવા માંગીએ છીએ.
ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પીએમ મોદીએ કહ્યું, ‘આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે