Abhayam News
AbhayamGujarat

ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના કાવતરા પર પહેલીવાર બોલ્યા PM મોદી

PM Modi spoke for the first time on the conspiracy to kill Khalistani terrorist Pannu

ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના કાવતરા પર પહેલીવાર બોલ્યા PM મોદી અમેરિકાએ દાવો કર્યો છે કે, ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારી શામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે પહેલી વાર પ્રતિક્રિયા આપી છે કે, ‘અમેરિકા પાસે કોઈ પુરાવો હોય તો રજૂ કરે. આ પ્રકારની ઘટનાઓને કારણે ભારત અને અમેરિકાના સંબંધ પર અસર નહીં થાય.’

PM Modi spoke for the first time on the conspiracy to kill Khalistani terrorist Pannu

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ‘આ મામલે કોઈપણ પુરાવો હશે તો નિશ્ચિતપણે વિચાર કરીશું. અમારા નાગરિકે કંઈ સારું કે ખરાબ કર્યું હશે તો તેના પર વિચાર કરીશું. કાયદા શાસન માટે પ્રતિબદ્ધ છીએ.

ભારતે 2020માં પન્નૂને આતંકી જાહેર કર્યો હતો
અમેરિકાએ જણાવ્યું હતું કે, આ ષડયંત્રમાં એક ભારતીય અધિકારી શામેલ છે. અમેરિકાના આ આરોપ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટી અમેરિકાના દાવા અને પુરાવાની તપાસ કરશે. ભારતે ગુરપતવંત સિંહ 2020માં પન્નૂને જાહેર કર્યો હતો. PM મોદીએ કહ્યું છે કે, પશ્ચિમી દેશ અલગાવવાદી તત્ત્વોને પ્રોત્સાહન ના આપે.ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના કાવતરા પર પહેલીવાર બોલ્યા PM મોદી

PM Modi spoke for the first time on the conspiracy to kill Khalistani terrorist Pannu

ભારતીય અધિકારીએ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું- US
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 29 નવેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળના નિખિલ ગુપ્તાએ ખાલિસ્તાની નેતા પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તાને આદેશ આપ્યો હતો. ચેક રિપબ્લિકમાં નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી અને તેના અમેરિકા પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. 

આતંકી પન્નૂ 2019થી NIAના રડાર પર
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ વર્ષે પન્નૂ સામે પહેલો કેસ દાખલ કર્યો હતો. ખાલિસ્તાની આતંકી પન્નૂ વર્ષ 2019થી NIAના રડાર પર છે. પન્નૂ વિદેશમાં રહીને ભારત વિરોધી ગતિવિધિ કરે છે. પન્નૂ પર પંજાબમાં અલગાવવાદને વૃદ્ધિ આપવાનો અને અલગથી ખાલિસ્તાન રાજ્ય બનાવવા માટે યુવાઓને ભડકાવવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

Abhayam

કાવ્યા મારનનું પેટ કમિન્સ પર આવ્યુ દિલ !

Vivek Radadiya

આ દેશ સમુદ્રમાં કરોડો ટન માટી નાખીને નવું શહેર બનાવવા જઈ રહ્યો છે..

Abhayam