પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાં કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઈન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિના રૂપમાં આપણને પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે સતર્ક કરવામાં આવ્યા છે. કોરોના સામે લડી રહેલી હાલની ફોર્સને સપોર્ટ કરવા માટે દેશમાં લગભગ 1 લાખ યુવાનોને ટ્રેનિંગ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ ફોર્સ 2-3 મહિનામાં પૂરો કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રનારે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાંથી કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઈન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે સાવધાનીની સાથે આવનાર પડકારો સામે ઉભા રહેવા માટે આપણે દેશની તૈયારીઓને વધારે મજબૂત કરવી પડશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં લગભગ 1 લાખ ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આપણે લોકોએ જોયું કે આ વાયરસનો વારંવાર બદલાતો સ્વરૂપ કોઈ પણ પ્રકારના પડકાર આપણી સામે લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હજુ પણ છે અને મ્યૂટેડ થવાની સંભાવના પણ છે.
પીએમ મોદીએ કહ્યું કે આ અભિયાનથી કોવિડ સામે લડી રહેલી આપણી હેલ્થ સેક્ટરની ફ્રંટલાઈન ફોર્સને નવી ઉર્જા પણ મળશે અને આપણા યુવાનો માટે રોજગારીના નવા અવસર પણ ઉભા થશે. ગયા 7 વર્ષમાં દેશમાં નવા એમ્સ, નવા મેડિકલ કોલેજ, નવા નર્સિંગ કોલેજનું નિર્માણ કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. તેમાંથી ઘણાએ કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…