નવા વર્ષની શરૂઆત પહેલા પેટીએમનો નિર્ણય ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપનાર દિગ્ગજ કંપની પેટીએમ મેનેજમેન્ટે નવા વર્ષની શરૂઆત પહેલા જ તમામ કર્મચારીઓને ફટકો આપ્યો છે. પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સે 1000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
નવા વર્ષની શરૂઆત પહેલા પેટીએમનો નિર્ણય
કોસ્ટ કટિંગ
મીડિયા રિપોર્ટ અનુસાર પેટીએમે એકસાથે 1000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. પેટીએમે કોસ્ટ કટિંગ અને બિઝનેસને યોગ્ય કરવાની પ્રક્રિયા હેઠળ છટણી કરી છે. આગામી સમયમાં આ પ્રકારના અન્ય નિર્ણય પણ કરવામાં આવી છે.
Paytmની 10% વર્કફોર્સ પર અસર
Paytmના આ નિર્ણયથી 10% વર્કફોર્સ પર અસર થઈ છે. છેલ્લા કેટલાક સમયમાં ફિનટેક કંપનીઓમાં થયેલ છટણીમાં પેટીએમનું નામ પણ શામેલ થઈ ગયું છે. Paytmમાં થયેલ છટણીના કારણે કંપનીના લોન બિઝનેસ પર સૌથી વધુ અસર થઈ છે.
કર્મચારીઓને છુટા શા માટે કરવામાં આવ્યા?
મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીએ કર્મચારીઓના ખર્ચામાં 10થી15 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જે કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા તેમની જગ્યા AI દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવી છે. આવનારા વર્ષોમાં Paytm Payment Businessમાં કર્મચારીઓની સંખ્યામાં 15,000નો વધારો થઈ શકે છે. પેટીએમ વેલ્થ મેનેજમેન્ટ વર્ટિકલ માટે નવી પ્રોડક્ટ્સ પર કામ કરી રહી છે. અન્ય ટીમમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે