Abhayam News
AbhayamGujarat

હવે શિયાળામાં પણ માણવા મળશે કેરીનો સ્વાદ

Now you can enjoy the taste of mango even in winter

હવે શિયાળામાં પણ માણવા મળશે કેરીનો સ્વાદ ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે, તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી ગઈ છે. આ વાત અચરજ પમાડનાર છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનું ડ્રાયફ્રૂટથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે.

Now you can enjoy the taste of mango even in winter

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક રસદાર સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના કેટલાક ખેડૂતોની આંબાવાડીમાં ભરશિયાળે કેસર કેરીનો ફાલ આવ્યો છે. તેને લઈને ખેડૂતો સહિત વેપારીઓમાં પણ ભારે કૂતુહલ જોવા મળી રહ્યું છે, અને આશ્ચર્ય પણ જોવા મળ્યું છે. પોરબંદરના આદિત્યાણામાં આ વર્ષે 5 મહિના પહેલા જ આંબામાં કેરી જોવા મળી રહી છે.

કેસર કેરીની હરાજી કરવામાં આવી છે

પોરબંદરના બજારમાં કેસર કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા છે. આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપનીમાં બે બોક્સ કેસર કેરી એટલે કે, 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી છે, જેનું 14 હજારના ઊંચા ભાવે વેચાણ થયું છે. આમ, એક કિલો કેરીનું 700 રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ કરવામાં આવ્યું છે. આટલા ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Now you can enjoy the taste of mango even in winter

એક કેરીનો વજન 500થી 600 ગ્રામ જોવા મળી રહ્યું છે

પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા અને આદિત્યાણામાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. અહીંની કેસર કેરીનું ફળ મોટું અને સારી ગુણવત્તાનું હોવાથી માંગ પણ સારી રહે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં કેરીનું આગમન થાય છે. પણ આ વખતે કેટલાક આંબામાં ભર શિયાળે ફળ આવતા ખેડૂતો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. આગામી સમયમાં કેરીનો સારો પાક આવવાની ખેડૂતોને આશા છે. કેરીની હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું કે, આટલા વહેલા કેરીનું આગમન અને તેના ભાવ ઐતિહાસિક છે.

હવે શિયાળામાં પણ માણવા મળશે કેરીનો સ્વાદ

Now you can enjoy the taste of mango even in winter

ખેડૂત નાગાજણ અરભમ બોખીરીયાએ જણાવ્યું હતું કે, અમારા ફાર્મમાં આ વખતે 15થી 20 જેટલા આંબામાં કેરી આવી છે, જેમાંથી 20 કિલો કેરી ઉતારવામાં આવી છે, જેના 14,000 રૂપિયા ભાવ મળ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે આ વૃક્ષોમાં કેરી આવી ન હતી, એટલા માટે અત્યારે આ આંબામાં કેરી આવી છે. આ સિવાયના બાકીના જે વૃક્ષો છે, તેમાં પણ કેરી આવવાનું શરૂ થયું છે. એક કેરીનો વજન 500થી 600 ગ્રામ જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં કરશે કોંગ્રેસ માટે ચૂંટણીનો પ્રચાર…

Abhayam

પાવાગઢના જંગલોમાં વિકરાળ આગ..(વિડીયો જોવા ક્લિક કરો)

Abhayam

મોદી સરકારની મોટી કાર્યવાહી

Vivek Radadiya